Gujarat

માત્ર ૨૨ દિવસના અબરારનો કબજો મેળવી તેની માતાને સોંપ્યો પોલીસ પ્રજાની મિત્ર છે એે સૂત્ર જૂનાગઢ પોલીસે ફરી એકવાર સાર્થક કર્યું

 

(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ,તા.૧૪
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં સક્કરબાગ પાસે, રામદેવપરા ખાતે રહેતી મહિલા મહેકબેન સેજાદ મહેબૂબ પઠાણ , જેને અમદાવાદ ખાતે પરણાવેલ હોઈ, જે સુવાવડ માટે જૂનાગઢ પોતાના પિયરમાં આવેલ હતી. આજથી ૨૨ દિવસ પહેલા બાળક અબરારનો જન્મ થયેલ હતો. આ મહિલાને પોતાના સાસરિયા સાથે મનદુઃખ ચાલતા હોઈ, તેનો પતિ સેજાદખાન પઠાણ, સાસુ અને નણંદ અમદાવાદથી જૂનાગઢ ખાતે આવી, પોતાના ૨૨ દિવસની ઉંમરના બાળક અબરારને બળજબરીથી જૂનાગઢ ખાતેથી અમદાવાદ લઇ ગયેલ હતા. આ અંગેની જાણ મુસ્લિમ મહિલા મહેકબેન દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરીને કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, એસઓજી શાખાના પીઆઇ એચ.આઈ.ભાટી, ટેક્નિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જલુ તથા સ્ટાફના હે.કો. દેવાભાઈ, વિકાસ ભાઈ, વિક્રમસિંહ, પો.કો. મોહસીનભાઈ, અનકભાઈ, મહિલા પો.કો. તેજલબેન, સહિતની ટીમ દ્વારા મહિલાની રજુઆત આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, મહિલાનો પતિ, સાસુ, નણંદ, બાળક અબરારને અમદાવાદ ખાતે એસટી અથવા ટ્રાવેલ્સમાં લઈને જ ગયા હોવાનું અનુમાન કરવામાં આવેલ હતું. ટેક્નિકલ સોર્સ આધારે માહિતી મેળવતા, તેઓ ચોટીલા અને સાયલાની વચ્ચે ડોળિયા બાઉન્ડરી નજીક પહોંચેલ હોય, સાયલા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ આર.બી.ગોહિલ, હે.કો. મયુરસિંહ, ઇન્દ્રસિંહ સહિતના સ્ટાફને જાણ કરતા અને જૂનાગઢથી આવતી એસટી બસ ચેક કરવા જણાવતા, સાયલા પોલીસની ટીમ દ્વારા જૂનાગઢ રૂટની એસટી બસ ચેક કરતા, તેમાં બાળક, તેના પિતા, ફૈબા અને દાદીને રોકી લેવામાં આવ્યા હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. દેવાભાઇ તથા મહિલા પો.કો. તેજલબેન સહિતની જૂનાગઢ પોલીસ ટીમ તાત્કાલિક સાયલા પહોંચી, બાળક અબરારનો કબ્જો મેળવી, જૂનાગઢ પરત આવી, બાળક અબરારનો કબ્જો તેની માતાને સોંપતા, માત્ર ૨૨ દિવસના માસૂમ બાળક અબરાર પરત મળતા, તેની માતા બાળક અબરારને ભેટી, ભાવ વિભોર થયેલ હતી. મહિલાના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, સાયલા પોલીસ સાથે સંકલન કરી, માત્ર ૨૨ દિવસના બાળક અબરારને પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરી વાર સાર્થક કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.