ફતેપુરા, તા.રર
દાહોદ જિ.ફતેપુરાથી જોડીયા નવીન બસ શરૂ થતા મુસાફરોમાં આનંદ ગોધરાના વિજિલન્સ અધિકારી દ્વારા લીલીઝંડી આપવામાં આવી મુસાફરોની માગણીઓને ધ્યાનમાં લઈ બસ શરૂ કરવામાં આવી હતી. ફતેપુરા એસટી બસ સ્ટેશન બન્યા પછી ઘણી નવી બસો ચાલુ થઈ છે. ત્યારે આજરોજ એક નવી બસ ચાલુ કરતા મુસાફરોમાં આનંદ છવાયો હતો. મુસાફરોની ઘણા લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને ફતેપુરાથી જોડીયા જતી નવી બસ ચાલુ થતાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને સરળતાથી મુસાફરી કરી શકશે બસ સાજના ૧૭.૨૦ વાગ્યે ફતેપુરાથી ઉપડસે બસની શરૂઆતમાં જ બસમાં પાંત્રીસ જેટલા મુસાફરો બેઠા હતા. બસ વાયાં ગોધરા, ડાકોર, નડિયાદ, બગોદરા, લીમડી થઈને જોડિયા થઈને સવારે ૫.૦૫ વાગ્યે જોડિયા પહોંચસે ગોધરા ડિવિઝનની અને ઝાલોદ ડેપોની એસટી બસ વિજિલન્સ અધિકારી સુરેશભાઈ પારગી દ્વારા બસને લીલીઝંડી આપી રવાના કરવામાં આવી હતી.