(સંવાદદાતા દ્વારા) સિદ્ધપુર, તા.૪
સિધ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત તાહેર એન્ડ હુસેન આદમઅલી એડનવાલા પ્રાઇમરિ સ્કૂલમાં સંસ્થાના માનવંતા દાતા હુસેનભાઇ આદમ અલી તરફથી એમના વાલીદ મર્હૂમ આદમ અલી મુલ્લા ઇબ્રાહિમની યાદમાં અને એમના સવાબ માટે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પ્રથમ રાઉન્ડમાં તાહેરપુરા, લુહાર ચાલી, છુવાર ફળી, ભિસ્તીની ચાલી, અહેમદપુરામાં સ્વેટર તકસીમ કરવામાં આવ્યા. સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી બહેનોને મર્હૂમ આદમ અલી મુલલા ઇબ્રાહિમ તથા એડન વાલા ફેમિલી માટે ખાસ દુઆ કરવા માટે વિનંતી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંસ્થાના માજી મેનેજિંગ ટ્રસ્ટી જે.ડી.મન્સુરી, મકબુલ હુસેન મિયાજીવાલા, ગુલામ નબી મન્સુરી, હનીફભાઇ પોલાદી, રોટરી ક્લબના પ્રમુખ રાજેશભાઈ માધુ, સેક્રેટરી દશરથભાઇ પટેલ સાહેબના હસ્તે સ્વેટર આપવામાં આવ્યા કોરોના મહામારીને ધ્યાનમાં લઇ હવે પછીના બીજા રાઉન્ડમાં સિદ્ધપુર શહેરના બાકીના વિસ્તારોમાં સ્વેટર વિતરણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાયમરી સ્કૂલના આચાર્ય સમીના બેન શેખએ કર્યું હતું.