રોઝા-નમાઝ-બંદગીનો દોર હાલ દુનિયાભરમાં છવાયેલો છે ત્યારે પ્રથમ તસવીર તુર્કીના પાટનગર ઈસ્તંબુલની છે જ્યાં ઐતિહાસિક યાની અને હાજીયા સોફિયા મસ્જિદને રમઝાન નિમિત્તે ભારે શણગારવામાં આવી છે અને તેમાં રોશનીભર્યા સંદેશો પ્રદર્શિત કરવામાં આવ્યા છે કે ‘‘મગફેરતના મહિનામાં આપનું સ્વાગત છે”….. બીજી તસવીર છેલ્લા કેટલાકે વરસોથી દરબદરની ઠોકરો ખાઈ રહેલા કમનશીબ રોહિંગ્યા મુસ્લિમો પૈકીની એક શરણાર્થી મહિલાની છે જે ઈન્ડોનેશિયાના બાંદા એચેહ ખાતે એક કેમ્પમાં આશરો લઈ રહી છે અને ઈફતાર પહેલા તસ્બીહ પઢી રહી છે.