Education

અનેક વિદ્યાર્થીઓનો સવાલ ખૂબ ભણ્યા,અનેક વિષયોમાં ભણ્યા, હવે કન્ફ્યુઝ થયા કે આગળ કઇ કારકિર્દી લેવી

તમે એક સાથે અનેક અભ્યાસ કરી શકો છો પરંતુ કારકિર્દીનો એક તબક્કો એવો આવે છે કે તમારે બધામાંથી એક વિષય પસંદ કરવાનો રહે છે ત્યારે એટલા બધા મૂંઝાઇ જાવ છો કે કોઇ રસ્તો સૂઝતો નથી. ભૂલ થવાની પણ શક્યતા રહેલી હોય છે. ઝાઝી વસ્તુમાં ફાંફા મારવાના બદલે એક અભ્યાસ પકડીને બેસી રહો તો સફળતાની સીડી ચડી શકાય. જે નિર્ણય તમે મોડેથી લઇ રહ્યા હોવ છો તે તમારે વહેલો લેવાનો થાય છે. આથી મોડું કરવાને બદલે જે પણ કરવું હોય તો વહેલું કરી લેવું યથા યોગ્ય છે. તમે જે ક્ષેત્રમાં જવા માગતા હોવ તેનો નિશ્ચય પહેલેથી જ કરી લો.

હેલ્લો સ્ટુડન્ટ્‌સ – સાહેબ સોની

મિત્રો કોઇ યુવાન કે યુવતી સફળતાની ટોચ ઉપર પહોંચે ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો કરતા હોય છે કે ભાઇ આ તો કાંઇ નહોતો. મોઢા પર માખી પણ ના ઉડતી. એવા એવા શબ્દોથી બધા વાતો કરે. બધા અચંબામાં પડી જાય. પરંતુ કોઇપણ સફળતા ધ્યેય, દૃઢ નિશ્ચય અને મહેનત વગર મળતી નથી. આ એવા લોકો છે કે જે કદાચ સોસાયટીની નજરમાં નબળા હોય, કોઇની સાથે ભળતા ના હોય, સ્વભાવમાં શાંત હોય પરંતુ પોતાના ઇરાદા બુલંદ રાખતા હોય છે. તેઓ પોતે ધ્યેય નક્કી કરીને આગળ વધતા હોય છે. બોલવા કરતા કરીને બતાવતા હોય છે. તો બીજા યુવાનો અને યુવતીઓ એવા પણ હોય છે કે ખૂબ જ વાચાળ હોય છે, બધે ભળી જતા હોય છે, અભ્યાસ અને સામાજિક બન્ને રીતે ખૂબ જ આગળ પડતા હોય છે પરંતુ જીવનમાં પાછળ રહી જતા હોય છે. તેમાં તમામ ગુણો હોવા છતાં પણ પાછળ રહી જતા હોય છે. તો આજે આપણે વાત કરીશું કે થોડું કરીને પણ એક ધારું કરીને સફળતા મેળવી લેતા હોય છે.

  • અનેક અભ્યાસ કર્યા પછી કારકિર્દી કઇ લેવી ?
    આ લેખ લખવાની મને પ્રેરણા આપણા જ વાચિકા ફરહીન પઠાણના પ્રશ્ન ઉપરથી મળી છે. તેણી ૨૪ વર્ષની યુવતી છે અને ખેડા ખાતે રહે છે. તે ખૂબ જ ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. ધોરણ -૧૦માં ૭૦ ટકા, ધોરણ-૧૨માં ૮૩ ટકા બીકોમમાં પણ એકાઉન્ટીંગ અને ઓડિટીંગના વિષય સાથે ૮૦ ટકા ગુણાંક સાથે પાસ થયાનું તેણી કહે છે. હાલમાં એમીટી યુનિવર્સિટીમાંથી એમબીએ કરે છે. આ ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડીજીટલ માર્કેટિંગમાં કર્યું છે તેમજ તેના વિવિધ પ્રકારના સર્ટિફિકેટ કોર્ષ કરીને સારી એવી તાલીમ મેળવી છે.
    આટલા અભ્યાસની વચ્ચે ફરહીન યુપીએસસી એક્ઝામની તૈયારી પણ કરતા હતા પરંતુ કમનસીબે બીમાર પડી જતા તેઓ ૨૦૨૩ની પરીક્ષા ચુકી ગયા. હવે તેઓ એમબીએમાં આગળ વધી રહ્યા છે. અગાઉ આઇઆઇએમ-અમદાવાદમા પ્રવેશ માટે ઝ્રછ્‌ની એક્ઝામ પણ આપી હતી. પરંતુ તેમાં આગળ વધી શક્યા નહોતા. બ્લોગીંગ, વેબસાઇટ ક્રીએશન, એફીલીએટ માર્કેટીંગ, બી ટુ બી માર્કેટીંગ, બિઝનેસ એનાલિસીસ, ઇમેલ માર્કેટીંગ, એડવાન્સ એક્સેસ, એકાઉન્ટીંગ ટેલી, ઇ કોમર્સ સહિતના નીત નવા અને મોર્ડન પ્રકારના સર્ટિફીકેટ કોર્ષીષ કર્યા છે. પણ હવે તેણીને મુંઝવણ એ છે કે, ડીજીટર માર્કેટીંગ કરવું, એમબીએમાં આગળ વધવું કે પાછું યુપીએસસીની તૈયારીમાં લાગી જવું. આ બાબતે તેણીએ મારો અભિપ્રાય માંગ્યો છે. તો તેનો આ લેખના માધ્યમથી જવાબ આપીશ. જો મિત્રો તમને પણ આવા કોઇ પ્રશ્નો હોય તો મને ઇમેલ કરીને પૂછી શકો છો.
    જો હવે બહેન ફરહીનને મારો પર્સનલ અભિપ્રાય આપું તો પોતે આટલો બધો સરસ અભ્યાસ કરી શકે છે અને ટેલેન્ટ છે. તો પછી તેઓએ યુપીએસસીની તૈયારી કરવી જોઇએ. જે વ્યક્તિ આટલું અને વૈવિધ્યસભર ભણી શકતા હોય તો તે યુપીએસસીની તૈયારીમાં પણ મહેનત કરીને આગળ વધી શકે છે. એક વાર યુપીએસસીમાં સફળ થઇ જાવ તો મોભાદાર જોબ સાથે સમાજ સેવા કરવાની તક છે. જો યુપીએસસીની તૈયારીમાં વચ્ચે જીપીએસસીની પરીક્ષાની પણ તૈયારીઓ કરવી જોઇએ. તે તેમાં તક મળે તો રાજ્ય સ્તરના અધિકારી બની શકાય છે અને યુપીએસસી આપવાનો વિકલ્પ પણ ખુલ્લો રહે છે. બાકી જો તેમાં મેળ ના પડે તો એમબીએ કરીને પીએચડી કરીને અધ્યાપક બનવાનું વિચારવું જોઇએ. તેણી માર્કેટીંગમાં એમબીએ કરી રહ્યા છે તો તેમાં પણ તકો સારી છે પરંતુ પડકારો પણ એટલા જ છે. એટલે વિચારીને આગળ વધવું. હાલના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં ડીજીટલ માર્કેટીંગ પણ ખોટું નથી. પરંતુ તેમાં ઊંડો રસ અને ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે. મૂળ તમે કેટલા સક્સેસફુલ થાવ છો તેના ઉપર આધાર છે અને સક્સેસફુલ થવા માટે કોઇ એક ધ્યેય નક્કી કરવો જરૂરી છે. બહેન ફરહીનને આ ત્રણમાંથી એક વસ્તુ પકડીને તેમાં આગળ વધવાનું ધ્યેય બનાવશે તો ચોક્કસ સફળતા મળશે. સક્સેસફુલ થવું એટલે એક માત્ર પૈસા કમાવવા તેવો મતલબ નથી. તમારે તમારી જાતને પૂછવાનું છે કે હું જ્યાં છું ત્યાં ખુશ છું. લોકોને કેટલી મદદરૂપ થઇ શકું છું. સમાજમાં કેટલા લોકો તમારા હાલચાલ પૂછે છે. લોકો માનની નજરે જુએ, તમને અને તમારા પરિવારને તમારા ઉપર ગર્વ થાય તેવી કોઇ કારકિર્દી અપનાવવી કે પ્રવૃત્તિ કરવી તે બધી જ એક સફળ વ્યક્તિની નિશાની છે. જો તમે કોઇ અનોખા રસ્તે ચાલશો તો લોકો તો પહેલા નિરાશ જ કરશે. એવું કહેશે કે આવું તો કંઇ હોતું હશે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે કંઇક નવું કરનારા જ પૂજાયા છે અને માન મોભો પામ્યા છે. તો ફરહીન આ બાબતે વિચારીને આગળ વધે.
  • કોઇ એક નિશ્ચય જ અપાવશે સફળતા
    મિત્રો તમે જો અખબારો, ટેલિવિઝન કે મોબાઇલ વિડીયો જોતા હશો ત્યારે એવા અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા હશે કે ડોક્ટર, એન્જિનિયર, સીએ કે શિક્ષકનું ભણ્યા પછી પણ ઘણા યુવાનો અને યુવતીઓ યુપીએસસીની પરીક્ષા આપીને સિવિલ સર્વિસમાં જોડાય છે. ઘણા લોકો ખૂબ જ અભ્યાસ કર્યા બાદ પણ બિઝનેસ કરતા હોય છે. ઘણા ખૂબ જ ભણ્યા પછી પણ કોઇ સારી કારકિર્દી પસંદ કરી શકતા નથી. તો ઉપર ફરહીનનું ઉદાહરણ પરથી તમને જણાવું કે, તમે એક સાથે અનેક અભ્યાસ કરી શકો છો પરંતુ કારકિર્દીનો એક તબક્કો એવો આવે છે કે તમારે બધામાંથી એક વિષય પસંદ કરવાનો રહે છે ત્યારે એટલા બધા મૂંઝાઇ જાવ છો કે કોઇ રસ્તો સુઝતો નથી. ભૂલ થવાની પણ શક્યતા રહેલી હોય છે.
    એટલે જે નિર્ણય તમે મોડેથી લઇ રહ્યા હોવ છો તે તમારે વહેલો લેવાનો થાય છે. આથી મોડું કરવાને બદલે જે પણ કરવું હોય તો વહેલું કરી લેવું યથા યોગ્ય છે. તમે જે ક્ષેત્રમાં જવા માંગતા હોવ તે નિશ્ચય પહેલેથી જ કરી લો. ધારો કે તમે સાયન્સ લીધું હોય અને તમારે વૈજ્ઞાનિક બનવું હોય તો પછી તે વિષયમાં જ આગળ વધો. સાયન્સ કર્યા પછી બીજા ઇતર અભ્યાસમાં મન પરોવવું ના જોઈએ. ઘણા યુવાનો એવું વિચારતા હોય છે કે એક સાથે બે ત્રણ અભ્યાસ કરી રાખ્યા હોય તો આગળથી કોઈપણ કારકિર્દી પસંદ કરી શકાય. પરંતુ આ ઘણી વખત ભૂલ સાબિત થાય છે. તમે તમામ બાબતે જાણકાર હોવ છો પરંતુ એક પણ બાબતના નિષ્ણાત નથી થતા તેને ત્નટ્ઠષ્ઠાર્ ક છઙ્મઙ્મ ્‌ટ્ઠિઙ્ઘીજ, સ્ટ્ઠજીંિર્ ક ર્દ્ગહીની સ્થિતિ કહેવાય છે. તમે કોઇ એક રસ્તો પકડી રાખો. ભલે તેમાં વિઘ્નો આવે પણ નાસીપાસ થયા વગર આગળ વધશો તો અનેક નિષ્ફળતા પછી પણ સફળતા મળે જ છે.
  • પણ નિષ્ફળતા જ મળે તો શું કરવું ?
    ઘણી વખત એવું હોય છે કે, એક વસ્તુ પકડી રાખ્યા, મહેનત કર્યા છતાં લાંબા સમય સુધી સફળતા નથી મળતી, ધાર્યા પરિણામ મળતા નથી. આથી એક નિરાશામાં ગરકાવ થઇ જવાય છે. આ ઉપરાંત પરિવાર કે સામાજિક સંજોગો પણ એવા હોય છે કે તમે ધારી વસ્તુ કરી શકતા નથી અને બીજી વસ્તુ પકડવી પડે છે. તો આ એક સંજોગોની વાત છે. જો તમારા નસીબમાં હશે તો જીવનમાં ગમે ત્યારે મળી શકશે. આથી તેને નિષ્ફળતા નહી માનતા હાલમાં તે આપણી નથી તેવું માનીને આગળ વધવું. આથી સરવાળે મારે એક જ વસ્તુ કહેવાની થાય છે કે, બે ઘોડાની સવારી ક્યારેય ના થાય. કોઇ એક ધ્યેય પકડીને ચાલશો તો સફળતા મળશે. તો મિત્રો એક ધ્યેય બનાવો અને આગળ વધો. ક્યારેય ધ્યાન ના ભટકાવવું કે દેખાદેખીમાં આવીને પોતાનો અભ્યાસ બદલવો નહી. ઓલ ધ બેસ્ટ.

Related posts
Education

અમદાવાદ અને ગાંધીનગરમાં છે રાષ્ટ્રીય સ્તરની એકથી એક ચડિયાતી યુનિવર્સિટીઓ, ખોલો ઉજ્જવળ કારકિર્દીના દ્વાર

મિત્રો જો હું તમને ગુજરાતમાં જ અને ખાસ…
Read more
Education

ધોરણ-૧૨ બાદ વિદ્યાર્થીઓને ભારે મૂંઝવણ, પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્ષ કરવો કે ત્રણ વર્ષનો સ્નાતકનો કોર્ષ ?

જે મિત્રો કરિયર નક્કી કરી શકતા ના હોય…
Read more
Education

JEE મેઈન્સ સત્ર ર એડમિટ કાર્ડ ર૦ર૪ jeemain.nta.ac.in પર જારી

(એજન્સી) તા.૧જેઈઈ મેન્સ ર૦ર૪નું એડમિટ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *