Blog

રોહિત વેમુલા અને તેમની ‘દલિત’ ઓળખ : વાસ્તવિકતા અને કલ્પના

હૈદરાબાદની એક યુનિવર્સિટીમાં જ્ઞાતિ-આધારિત દુશ્મનાવટને કારણે ૨૦૧૬માં રોહિત વેમુલાએ આત્મહત્યા કરી હતી જ્યાં તે પીએચડી કરી રહ્યો હતો. આઠ વર્ષ પછી, તેલંગાણા પોલીસ દાવો કરે છે કે રોહિત દલિત ન હતો અને સંભવતઃ તેની વાસ્તવિક જાતિ જાહેર થવાનો ડરને લીધે તેણે આત્મહત્યા કરી હતી. આ દાવાના મૂળમાં કાયદા અને નીતિની કેટલીક ઔપચારિકતાઓ છે જે બદલવી જોઈએ.
અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો કાયદેસર રીતે વંશ દ્વારા નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને, પુરુષોની રક્તરેખા એ જાતિની ઓળખ છે. અહી કહેવાનો અર્થ એ છે કે ઔપચારિક કાનૂની પ્રક્રિયાઓમાં બાળકને જીઝ્ર પ્રમાણપત્ર આપવા માટે પિતાના SCપ્રમાણપત્રની જરૂર પડે છે. કાયદા અને નીતિના આ પિતૃસત્તાક પાત્રને અદાલતોમાં પડકારવામાં આવ્યા છે. ન્યાયિક હસ્તક્ષેપના પરિણામે, બાળકના જીઝ્ર દરજ્જાને પ્રમાણિત કરવા માટે માતાનું SC પ્રમાણપત્ર દાખલ કરી શકાય છે. પરંતુ આ એક અપવાદ છે, નિયમ નથી.
સ્થાનિક શાસન સ્તરે SCપ્રમાણપત્રો પણ સમય સાથે બદલાયા છે. ઉપરાંત, કેટલીકવાર, આ પ્રમાણપત્રો સત્તાના વિવેકાધીન કાર્યોના પરિણામો હોઈ શકે છે. ભૂતકાળમાં, જીઝ્ર પ્રમાણપત્રો ગેઝેટેડ સરકારી અધિકારીઓ અને સામાન્ય પડોશીઓના સહાયક નિવેદનોના આધારે આપવામાં આવી શકે છે. એવા કિસ્સામાં કે જ્યાં મા-બાપ પાસે ઔપચારિક જાતિ પ્રમાણપત્ર નથી, તો કોઈ પણ વ્યક્તિ માટે આ અગ્નિપરીક્ષા વધુ ખરાબ છે અને ખાસ કરીને આંતરરાજ્ય સ્થળાંતર કામદારો તેમની જાતિ ઓળખ પ્રમાણિત કરવાનો પ્રયાસ કરતા અનેક ઓફિસોમાં દોડતા જોવા મળે છે. જેઓ જીઝ્ર પ્રમાણપત્ર મેળવવા માગે છે તેમના પર આવી બધી પ્રક્રિયાઓ અજાણતામાં તેમનું અપમાન કરે છે.
રોહિત વેમુલા અને તેની માતા રાધિકા વેમુલાના કિસ્સામાં આ પ્રકારનું અપમાન ખુલ્લેઆમ જોવા મળી રહ્યું છે. જીઝ્ર માલા માતાપિતાને ત્યાં જન્મેલી, રાધિકાને અન્ય પછાત વર્ગ (ઓબીસી) વાડેરાની મહિલા દ્વારા દત્તક લેવામાં આવી હતી, અને બાદમાં, તેણે વાડેરાના એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા. આ દત્તક અને લગ્ન બંને કાયદેસર હોવા છતાં રાધિકા તેના જીઝ્ર માલા પિતાની રક્ત રેખાને કારણે તેનો જીઝ્ર દરજ્જો જાળવી શકી હતી. વધુમાં, રાધિકા પાછળથી તેનાર્ OBC પતિને છોડીને તેના જીઝ્ર સમુદાયમાં પાછી આવી હતી. પિતૃસત્તા કાયદા અને નીતિમાં એટલી ઊંડી રીતે જોડાયેલી છે કે રોહિત વેમુલાની જ્ઞાતિ હવે તેમની વર્તમાન જીઝ્ર માતા નહીં પણ તેનાર્ OBC પિતાની જાતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આખરે, અહીં કાયદેસરતા દલિત ચેતનાના સામૂહિક સ્તરે અપમાનને લાદવા માટે એક અનૌપચારિક સાધન તરીકે કામ કરતી દેખાય છે.
બિમલ રોયની પ્રસિદ્ધ ફિલ્મ સુજાતા (૧૯૫૯)એ રોહિત વેમુલાની જ્ઞાતિની ઓળખ વિશેની વર્તમાન કાલ્પનિક અટકળોની સાથે મેળ ખાય છે. એક “અસ્પૃશ્ય” અનાથ બાળકીને સવર્ણ પરિવારમાં દત્તક લેવામાં આવે છે. આ છોકરીનું નામ સુજાતા છે. તેણીને નિયમિતપણે અપમાનિત થવું પડે છે અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે અને એક શોષિત, અવેતન ઘરની નોકર તરીકે તે મોટી થાય છે. આ ફિલ્મનો અંત સિન્ડ્રેલા જેવી સુખી નોંધ પર થાય છે, જેમાં સુજાતાના લગ્ન સવર્ણ પુરુષ સાથે થાય છે.
હવે, અનુમાનિત રીતે, સુજાતાની સિક્વલ તેણીને આ સવર્ણ પુરુષની સુખી પત્ની અને તેમના બાળકોની માતા તરીકે બતાવી શકે છે, પરંતુ કોઈક રીતે, તેણીની સાથે અપમાનિત વ્યહવાર અને દુર્વ્યવહાર ચાલુ રહે છે અને તેણીના વૈવાહિક ઘરમાં પણ તે એક શોષિત, અવેતન નોકર તરીકે રહે છે. આ સિક્વલ પણ ખુશી સાથે સમાપ્ત થઈ શકે પરંતુ વધુ વાસ્તવિક રીતે સુજાતા તેના સવર્ણ પતિને છોડીને, તેના બાળકોને લઈને અને તેના “અસ્પૃશ્ય” સમુદાયમાં પછી ફરે છે.
સુજાતા ૩માં, આ મહિલા આ બાળકોને ગૌરવપૂર્ણ દલિતો તરીકે ઉછેરી શકતી હતી, પરંતુ કાયદાના પિતૃસત્તાક નિયમો તેમના પર સવર્ણ જાતિનો વંશ લાદશે, તેમની માતૃવંશીય દલિત રક્ત રેખાને નકારી કાઢશે. સુજાતા ૩ની સ્ક્રિપ્ટ હાલમાં લખાઈ રહી છે, અને તેનો અંત ખબર નથી. ૧૯૫૯ની સુજાતા અને તેની અનુમાનિત સિક્વલ અહીં દર્શાવેલ છે તે રાધિકા વેમુલાના જીવન સાથે સંબંધિત અનુમાન છે. આ તેણીની વાસ્તવિકતા નક્કી કરવાના દાવા નથી. એ જ રીતે, તેલંગાણા પોલીસ રોહિત વેમુલાની “વાસ્તવિક જાતિ” નક્કી કરવા માટે અંતિમ લવાદી ન હોવી જોઈએ.
રોહિત વેમુલાની આત્મહત્યાની ઘટનામાં વાસ્તવિકતા અને કાલ્પનિક બંનેમાં મુખ્ય મુદ્દો એ છે કે જીઝ્ર પ્રમાણપત્ર માટેનો કાયદો અને નીતિ માટે મેટ્રિલિનલ બ્લડલાઇન્સ સ્વીકારવી આવશ્યક છે. આ માત્ર એક સૈદ્ધાંતિક ચર્ચા નથી પરંતુ બંધારણીય જાતિ વિષય છે અને સમાનતા અને લિંગ પર આધારિત બિન-ભેદભાવ સાથે સંબંધિત છે. તે રોહિત વેમુલા જેવી વ્યક્તિઓના વાસ્તવિક જીવન પર અસર કરે છે.

  • સુમિત બૌધ
    (સૌ. : જસ્ટિસ ન્યૂઝ)