(એજન્સી) તા.૧૦
પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઇઝરાયેલી દળોએ કબજાવાળા વેસ્ટ બેંકના શહેર નબ્લસમાં ઓછામાં ઓછા ચાર પેલેસ્ટીનીઓને મારી નાંખ્યા છે.
બુધવારે થયેલા હુમલામાં પાંચમો પેલેસ્ટીની ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર નબ્લસ શહેરના મધ્યમાં ઇઝરાયેલના વિશેષ દળો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પેલેસ્ટીની સમાચાર એજન્સી વફાએ જણાવ્યું કે, એક અપ્રગટ ઇઝરાયેલ યુનિટ શહેરમાં પ્રવેશ્યું અને એક વાહન પર ગોળીબાર કર્યો, જેમાં મૃતકો મુસાફરી કરી રહ્યા હતા.વફાએ પેલેસ્ટીની રેડ ક્રિસેન્ટને ટાંકીને જણાવ્યું કે, ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના માથા અને છાતીમાં ઘાવના કારણે તેની સારવાર કરવામાં આવી રહી હતી.પેલેસ્ટીની સમૂહે હુમલાના જવાબમાં ગુરૂવારે નબ્લસમાં સામાન્ય હુમલાનું આહ્ાન કર્યું છે.
ઇઝરાયેલના અખબાર હારેત્ઝ અને ઇઝરાયેલી આર્મી રેડિયોએ ઇઝરાયેલની સેના, ઇઝરાયેલી પોલીસ અને સ્થાનિક સુરક્ષા એજન્સી શિન બેટને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, આ ઘટનામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયે ચાર મૃતકોની ઓળખ આ રીતે કરી : અબ્દુલહમિલ નાસર ૪૩, સલીમ અબુ સાદાહ ૪૧, નઈમ અબ્દુલહદી ૩૨, ઇસ્સામ સલાજ ૩૧. પેલેસ્ટીની સમૂહ હમાસે ‘કાયર’ હુમલાની ટીકા કરતા જણાવ્યું કે, નબ્લસમાં પ્રતિરોધક લડાકુઓના સમૂહની હત્યા એ જઘન્ય અપરાધ છે. હમાસે એક નિવેદનમાં જણાવ્યું કે, હત્યા અને હુમલા અમારા લોકોને અમારા પ્રતિકારથી રોકશે નહીં. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હુમલાઓ માત્ર અમારા નિશ્ચય અને સંકલ્પને વધારશે.