સાવરકુંડલા, તા.૪
એક તરફ ડીજીટલ ઇન્ડિયાના ગુણગાન ગવાઈ રહ્યા છે ત્યારે અમરેલી જીલ્લાના ગામડાઓમાં મોબાઇલના ટાવરને અભાવે આખા ગામે આગામી વિધાન સભાની ચૂંટણીનો બહિસ્કાર કરીને ગામમાં ઠેર ઠેર બેનરો, હોર્ડીંગો મારીને ટાવર નહિ તો મત નહિ ના બેનરો મારીને ચુંટણીનો બહિષ્કાર કરીને લેખિત જાણ ચૂંટણી કમિશનરને કરી છે
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેંકરા ગામ… આ ગામમાં આઝાદીના સાત સાત દસકા વીતવા છતાં હજુ આ ભેંકરા ગામમાં મોબાઇલનો ટાવર નથી મોબાઇલનો ટાવર ન હોવાને કારણે લોકોને પારાવાર પરેશાની ભોગવવી પડે છે અને લોકોને મોબાઇલનો ટાવર પકડવા માટે વિજ્પોલે, અગાસી, કે છત પર ઉપર ચડવું પડે છે ત્યારે કદાચ જો મોબાઈલમાં કવરેજ આવવું હોય તો આવી જાય બાકી આખા ગામમાં ક્યાય મોબાઇલ ની ફિકવન્સી ન મળતા ગ્રામજનો સાથે શિક્ષિતો પણ હેરાન છે
ભેંકરા ગામના એડવોકેટને મોબાઇલ નો ટાવર જ ગામમાં ન આવતા ભારે અગવડતા પડી રહી છે ત્યારે ડીજીટલ ઇન્ડિયા ની વરવી વાસ્તવિકતા ને ઉજાગર કરવા માટે ભેંકરા ગામમાં જાહેર રસ્તા, દીવાલો, મંદિરો પર મોબાઇલ ટાવર નહિ તો મત નહિ ના બેનરો સ્થાનિક મહિલાઓએ પણ મારીને તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે.
ત્રણ હજારની વસ્તીમાં બે હજાર જેટલા મોબાઇલ ધારકો હોવા છતાં આ સરકાર ટાવર આપી શક્તિ નથી અને ફક્ત વાતો જ કરતી હોવાની હૈયા વરાળો સ્થાનિકોએ કાઢી હતી તો ભેંકરા ગ્રામપંચાયતે આજે ગ્રામસભા બોલાવીને ગામના અગ્રણીઓ વચ્ચે આ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં મતદાનનો બહિસ્કાર કરવાનો ઠરાવ કરીને બેનરો માર્યા હતા.
વહીવટી તંત્ર ને અનેકવાર રજુઆતો કરવા છતાં પરિણામ નહિ આવતા આજે ભેંકરા ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ આજે ભેંકરા ગામમાં ઠેર ઠેર બેનરો મારીને મોબાઇલ ટાવર નહિ તો મત નહિ ના બેનરો ચિપકાવીને મતદાનનો બહિષ્કાર કર્યો છે ત્યારે ગુજરાતનું આ પહેલું ભેંકરા ગામ છે ત્યાં મોબાઇલ ટાવર નહિ તો મત નહિ કહીને ચૂંટણીનો બહિષ્કાર કરીને તંત્રને પડકાર ફેંક્યો છે તો હવે ભેંકરા ગ્રામજનો આગામી ચૂંટણીમાં મતદાનથી અળગા રહેશે કે તંત્ર માંગણી પૂરી કરશે તે તો સમય જ કહેશે.