સાવરકુંડલા, તા.૬
સાવરકુંડલાના સુફીસંત અને કોમી એકતાના પ્રતીક એવા પીરે તરીકત સૈયદ દાદાબાપુ કાદરીના વાલીદ સાહેબ “પીર સૈયદ ગુલામ અલીબાપુ કાદરી-ફાતમી (ર.અ.)”નો ઉર્ષે પાક તા.૯-૧૧-૧૭ને ગુરૂવારના રોજ મનાવવામાં આવશે જેમાં સવારે ૯ઃ૩૦થી ૧રઃ૩૦ કુર્આન ખ્વાની, કુલ શરીફી ત્યારબાદ ન્યાઝ રાખવામાં આવેલ છે. આ નુરાની પ્રોગ્રામમાં મુફતી-એ-સૌરાષ્ટ્ર “સૈયદ અહમદશા બાવા” બાની દારૂલ ઉલૂમ ફૈઝાને મૌલાઅલી (ધોરાજી) તેમજ સૈયદ મહમુદ અશરફ સાહેબ કિછોછા (યુ.પી.) અને અલ્લામા કમરૂઝઝમાખા આઝમી (જનરલ સેક્રેટરી વર્લ્ડ ઈસ્લામિક મિશન લંડન) ખાસ હાજરી આપશે. સાથે અલ્હાજ મુહમદ રીઝવાનખાન સાહેબ કારી (મુંબઈ). મુફતી નિઝામુદ્દીન સાહેબ મિસ્બાહી (પ્રિન્સીપાલ અલ જામિઅતુલ અશરફીયા મુબારકપુર (યુ.પી.) અને મોહતરમ જનાબ નસીમહબીબી (શાઈરે ઈસ્લામ કલકત્તાવાળા) તેમજ મીર હાજી રીઝવાન (નાઅતખ્વા સાવરકુંડલા તેમજ સાદાતે કિરામ ઉલ્માએ ઈઝા-વ-અઈમ્માએ મસાજીદ હાજર રહેશે. ઉપરાંત હાફિઝની દસ્તારબંદી, નાઅત ખ્વાની ઈસ્લાહી બયાનાત અને મુફતી નિઝામુદ્દીન સાહેબ દ્વારા ‘મસ્લા મસાઈલ ર૦૧૭માં હજ પઢીને આવનાર હાજી સાહેબોનું સન્માન, ફૈઝે મુહમ્મદી એજ્યુકેશનલ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ૧પ૪ મદ્રસાઓના બાળકો વચ્ચે ૬ વિષય થયેલ હરીફાઈમાં પ્રથમ નંબર મેળવનાર દીકરાઓને તથા તેમના ઉસ્તાદોને પ્રોત્સાહિત ઈનામ અને એવોર્ડ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના બધા જ દારૂલ ઉલૂમમાં તાલીમ લેતા હાફિઝ તથા કારી સાહેબોની હરીફાઈમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર હાફીઝ તથા કારી સાહેબ અને તેમના ઉસ્તાદ સાહેબને પ્રોત્સાહિત ઈનામ અને એવોર્ડ આપવામાં આવશે. તેમજ શિક્ષણમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર, (ર) વિશિષ્ટ એવોર્ડ, (૩) ખાસ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ધોરણ-૧૦ તથા ધો.૧રમાં વધુ ટકાવારી લાવનાર સૌરાષ્ટ્ર-કચ્છની શ્રેષ્ઠ લઘુમતી શાળાને એવોર્ડ તેમજ ધો.૧૦ અને ૧રમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવશે. અને દારૂલ ઉલૂમ ફૈઝે મુસ્તુફા સાવરકુંડલાના હાફિઝો વચ્ચે એક ઈતિહાસ બનાવનાર હાફિઝ મુહમ્મદ માસુમ હાજી અબ્દુલ વાહીદભાઈ (અમરેલી)વાળા કે જેઓએ પાંચ મહિના અને અગિયાર દિવસમાં કુર્આને હાફિઝ બનીને સમાજનું ગૌરવ વધારેલ છે પણ તેમનું પણ સન્માન કરવામાં આવશે. અને ઉપરોકત દરેક પ્રોગ્રામ ઔરતો માટે અને વિદ્યાર્થિનીઓને સન્માનવાનો પ્રોગ્રામ એસએમજીકે સંકુલ ગર્લ્સ બિલ્ડીંગમાં રાખેલ છે. આ તમામ પ્રોગ્રામ બાપુ સાહેબના મઝાર ઉપર, મસ્જિદે ઉસ્માન ઉમર, નવા કબ્રસ્તાન મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે. તેમ પીરે તરીકત સૈયદ મુહંમદ દાદાબાપુ કાદરી ફાતેમી, પીરે તરીકત સૈયદ અહેમદ મુનીરબાપુ કાદરી ફાતેમી તથા પહેલે બાગે રહેમત પીર સૈયદ ગુલામઅલીબાપુ ઉર્સ કમિટી ફૈઝે મોહંમદી એજ્યુકેશન વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સાવરકુંડલા તથા ચાહકોની એક યાદીમાં જણાવાયું છે.
0.5