(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
સુરત શહેર જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષોથી બિનવારસી માનવીઓની સેવા કરતી સંસ્થા એકતા ટ્રસ્ટે વર્ષ ૨૦૧૭માં ૧૮૮ વારસદાર માનવ લાશોને વિવિધ સ્થળોથી લાવી વાલી વારસોને અંતિમવિધિમાં સહયોગ ફાળવ્યો હતો તેમજ શહેરમાં વિવિધ સ્થિળોની વિવિધ બિમારીઓથી પીડાતા દર્દીઓને છપરાભાઠા મધર ટેરેસા હોમ સાયણ ખાતે આવેલ માનવસેવા આશ્રામ તેમજ લસકાણા ખાતે આવેલ માન સેવા આશ્રામ અને રાજસ્થાન ભરતપુર ખાતે આવેલ આશ્રમ જેમ તેમજ સુરત નવી સિવિલ અને સ્મીમેર મેડીકસ કોલેજમાં સારવાર અર્થે મોકલવાની સેવા બજાવી હતી. સંસ્થાએ અનાથ અને નિરાધરોને ભોજન અને વસ્ત્રો કાર્યક્રમો દ્વારા ફાળવ્યા હતા. ઉપરોકત સેવામાં કાદરશા, ઉલ્હાસ સોનાર, ડો.ઈમરાન મુલ્લા, યુનુસ શેખ, વહાબ મુલતાની, ઈબ્રાહીમ સોફાવાળા, ફારૂક કુરૈશી, મહેત્દ્ર ભુતવાલા, દામુ ઠક્કરે સેવા બજાવી હતી. આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૭ માં ૨૯૧ બિનવારસી માનવ લાશોના પાર્થીવ શરીરને અંતિમ વિધિ કરવાનું સૌભાગ્ય સાંપડયો હત જેમાં ૨૩૪ હિન્દુનો સમાવેશ થાય છે. શહેરીજનો તરફથી ચાદરો અને જુવા નવા કપડાઓ બિનવાસરી માટે દાનમાં મળતા દાનવીરોનો આસીફ બિસ્મીલ્લાહ હોટલવાળા, મેહુલ ઠક્કર અને સાબિ રાજસ્થાનીએ આભાર વ્યકત કર્યો હતો. સંસ્થામાં છેલ્લા ૨૯ વર્ષથી બિનવારસી માનવીઓની સેવામાં જોડાયેલ અને સુરત શહેર સ્ટેશન વિસ્તારમાં આવેલ સવેરા હોટલના માલિક અને સંસ્થાના મેનેજીંગ કમીટી સભ્ય મર્હુમ ગુલામભાઈ મોમીનના હૃદય રોગના હુમલાની ચીરવિદાય થતાં તેમજ સંસ્થાના સભ્ય સીરાજ બારડનું અવસાન થતાં સંસ્થાએ શોકસભા યોજી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સંસ્થાના દીનેશ પુરોહીત, અ.વહાબ શેખ, એડવોકટ ફીરોઝ પઠાણ, આસીફ શેખ, જાવેદ મુલતાની અને મહેશ જાદવે એમની સરહાનીય સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરી હતી.