અમદાવાદ,તા.૭
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦-૧રની પરીક્ષાનું પરિણામ મે મહિનાના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહમાં આવે તેવી લોકોમાં ચર્ચા થવા લાગી છે. જયારે એક ખાનગી ચેનલ દ્વારા પણ આ પ્રકારના સમાચાર વહેતા કરાયા છે જો કે દર વખતની જેમ આ વખતે પણ જૂન મહિનાની શરૂઆતમાં પરિણામ આવે તેવી લોકોમાં ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ આ અંગે સતાવાર કોઈ માહિતી હાલ પ્રાપ્ત થઈ નથી કે બોર્ડ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ધો.૧૦ અને ૧રની બોર્ડની માર્ચમાં લેવાયેલ પરીક્ષા પરિણામની લોકો રાહ જોઈને બેઠા છે. ત્યારે ધો.૧૦-૧રનું પરિણામ મે મહિનાના અંતમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં આવશે તેવી લોકોમાં ચર્ચાઓ ઉઠી છે અને ખાનગી ચેનલોમાં પણ આ પરિણામ અંગેના સમાચાર વહેતા કરાયા હતા. બોર્ડ દ્વારા એને સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે પરિણામ અંગે બોર્ડ દ્વારા સતાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ધો.૧૦-૧ર બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજયભરમાં સેન્ટરો પર હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં મહત્વપૂર્ણ થાય એવા આગળના અભ્યાસ અંગે નિર્ણય લેવા માટે રાહ જોઈને બેઠા છે.