અમદાવાદ, તા.૭
સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાને લઈ ભારે બૂમરાણ મચી છે. ત્યારે ગુજરાતમાં પણ આ ભાવવધારાએ અનેક લોકોના બજેટ ખોરવી નાખ્યા છે તો અનેકની કમર ભાંગી નાખી છે. સામાન્ય લોકો આ ભાવવધારાથી ભારે પરેશાન થયા છે. ત્યારે ગુજરાતમાં પેટ્રોલના સૌથી વધુ ભાવો ભાવનગરમાં જોવા મળ્યા હતા. ત્યારે ચારેતરફ હવે સરકાર આ ભાવ વધારા પર કાબૂ મેળવી તેવી માંગ ઉઠી છે.
આજે સમગ્ર ગુજરાતમાં પેટ્રોલના સૌથી વધુ ભાવો ભાવનગરમાં જોવા મળ્યા છે. આજે પેટ્રોલ ૮૦.૩૩ અને ડીઝલ ૭૮.૪૯ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકાર દ્વારા ભાવો પર કાબુ મેળવવામાં આવે છે.
જોકે ગઈકાલ ની વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ ૭૯.૮૩ અને ડીઝલનો ભાવ ૭૭.૯૩ હતો. લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલનાં ભાવો ઘટાડવાની વાતો કરવામાં આવી હતી.
પરંતુ દિવસેને દિવસે તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલનાં ભાવો વધી રહ્યા છે તેને કારણે ઘરનાં બજેટ પણ ખોરવાઈ રહ્યા છે. ડીઝલના ભાવો વધવાના કારણે ઘરવપરાશની વસ્તુઓના ભાવોમાં પણ વધારો થઇ રહ્યો છે. જેના કારણે આમ જનતાનું બજેટ ખોરવાઈ રહ્યું છે.