(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
શહેરના અમરોલી રાજદ્રોહ ગુનાના આરોપી અલ્પેશ કથીરિયાના એડવોકેટએ રજૂ કરેલી જામીન અરજી સુનાવણી દરમિયાન ડીજીપી નયન સુખડવાળાએ આરોપીને જામીન ન મળે તે માટે એક સોગંદનામું રજૂ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછા ક્રિષ્ણા રેસીડેન્સી ખાતે રહેતાં વિપુલ અને ચિરાગ દેસાઈના નિવાસ સ્થાને પહોંચીને પોલીસ વિરૂદ્ધ બેફામ નિવેદનો હાર્દિક પટેલે કર્યા હતા. આ ગુનામાં પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણે હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો. હાર્દિક પટેલ ચિરાગ તથા વિપુલ દેસાઈની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ હાલમાં જામીન મુક્ત છે. ત્યારબાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી અને સુરતના રાજદ્રોહના ગુનામાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.