દુબઈ, તા.૧
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ લોટરી, સ્પર્ધા કે પ્રમોશનના રાઉન્ડ વધી રહ્યા છે. જો કે, આઈસીસીએ ચાલી રહેલા ગેરકાયદેસર ધંધા અને સંભવિત કૌભાંડો સામે ક્રિકેટ પ્રશંસકોને ચેતાવણી જારી કરતા સ્પષ્ટ કર્યું છે કે, ૩૦મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનાર વર્લ્ડ કપમાં અમે આવા કોઈ કામ કરી રહ્યા નથી.
આઈસીસીના મતે આ પ્રકારની લોટરી, સ્પર્ધા કે પ્રમોશન પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯થી જોડાયેલ નથી. ઇ-મેલ દ્વારા બ્રિટનમાં કોઇ પ્રકારનો સંપર્ક કરે તો રિપોર્ટ એક્શન ફ્રોડ ઓનલાઈન ઉપર કે ૦૩૦૦ ૧૨૩ ૨૦૪૦ ઉપર ફોન કરી ફરિયાદ કરજો. સાથે કહ્યું છે કે, બ્રિટનની બહાર કોઈ સંપર્ક કરે તો તેનો રિપોર્ટ ઇનક્વારીજ્ર આઈસીસી-ક્રિકેટ ડોટ કોમ પર કરવામાં આવે. આઈસીસી કે સીડબલ્યુસી ૧૯ ક્યારેય કોઈ ઇ-મેલ દ્વારા આ પ્રકારની ગોપનીય સૂચના પૂછશે નહીં.
આઈસીસીએ કહ્યું છે કે, આ પ્રકારના વૈશ્વિક ટૂર્નામેન્ટ દરમિયાન આ પ્રકારના કૌભાંડની ઘટનાઓ જોવા મળે છે. આઇસીસી વર્લ્ડ કપ આ વર્ષે ૩૦મેથી ઇંગ્લેન્ડમાં રમાશે.