રાજકોટ, તા.રપ
રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, ન્યુ દિલ્હી તથા વોલેન્ટરી કન્ઝયુમર ઓર્ગેનાઈઝેશન ઈન ધ ઈન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર એજ્યુકેશન, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.ર૬/૩/૧૯ મંગળવારના સવારના ૧૦ઃ૩૦ કલાકે હોટલ વિશાલ ઈન્ટરનેશનલ, એરપોર્ટ રોડ, જામનગર મુકામે ટોબેકો ઉત્પાદનનો વપરાશ ઘટાડવા અને ટોબેકો દ્વારા થતા રોગો સંબંધે આમ જનતાની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.
આ સેમિનારમાં એચ.બી. જેઠવા, (મેયર, જામનગર મહાનગરપાલિકા), સતીષભાઈ પટેલ (કમિશનર, જામનગર મહાનગરપાલિકા), એ.એમ.ભીમાણી (ન્યાયમૂર્તિ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ, જામનગર), રાજેન્દ્રભાઈ સરવૈયા (ડેપ્યુટી કલેક્ટર, જામનગર), એન.એમ.ધારાણી (ન્યાયમૂર્તિ), એ.બી.સૈયદ (ડે.સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, જામનગર), ડૉ. કમલેશભાઈ પરમાર (ટોબેકો કન્ટ્રોલ સેલ), ડૉ. કલ્પનાબેન ખંડેરિયા (મેનેજિંગ ટ્રસ્ટી, કેન્સર સોસાયટી, જામનગર), રમાબેન માવાણી (માજી સાંસદ), નિખિલભાઈ ભટ્ટ (રિસર્ચ એનાલિસ્ટ-સેબી), ડૉ. મેહુલભાઈ ખાખરિયા (ડેન્ટીસ્ટ), અશોકભાઈ કોયાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. વિશ્વભરમાં તમાકુનો ઉપયોગએ એક જીવલેણ મૃત્યુનું અગત્યનું કારણ બનેલ છે. જેના કારણે ભારતમાં દર વર્ષે લગભગ ૧.૩ મિલિયન લોકોના મૃત્યુ થાય છે.