જૂનાગઢ, તા.ર૮
જૂનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે બાતમીના આધારે જૂનાગઢમાં મુબારકબાગ પાસે દારૂ અંગે દરોડો પાડતા આકાશ કિશોરભાઈ સોલંકી, રવિ ઉર્ફે શનિ જેરામ સોલંકીને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવા સબબ ઝડપી લઈ ર૦૦ લીટર આથો, લોખંડના બોઈલર, કેન, ભઠ્ઠીના સાધનો વગેરે મળી કુલ રૂા.૯,૮પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ દરોડાની કાર્યવાહી દરમ્યાન સીતા ઉર્ફે કટી વિરમભાઈ સોલંકી તથા દિલીપ ઉર્ફે ભુરો હીરાભાઈ મકવાણા હાજર મળી નહીં આવેલ. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.