Gujarat

સામાજિક સંસ્થાઓ દ્વારા આમરણાંત ઉપવાસની પરવાનગી આપવા રજૂઆત

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સુરત શહેરના સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડને એક મહિના વિતી ગયો છે. મૃતકોના વાલીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ન્યાય માટે લડત ચલાવવામાં આવી રહી છે. દરમિયાન ગુરૂવારે સમાજિક સંસ્થાના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બાળકોના મોત મામલે ન્યાય મળે તે માટે આમરણાંત ઉપવાસની પરવાનગી આપવા રજૂઆત કરી હતી.
સુરત શહેર જ નહીં દેશભરના લોકોના હૈયા હચમચાવનારી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂરો થઇ ગયો છે. ૨૨ નિર્દોષોને ભરખી જનારી ગોઝારી આ ઘટનામાં કોઇને છોડવામાં આવશે નહીં એવા સરકારના ખોંખારા વચ્ચે મૃતકો અને તેમના પરિવારજનો આજે પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. પાલિકા અને ડીજીવીસીએલની ગુનાહિત બેદરકારી બહાર આવી છતાં બંને તંત્રના સર્વોચ્ચ અધિકારીઓ સામે કોઇ એક્શન નહીં લેવાતા ભારોભાર આક્રોશ છવાયો છે. બીજી તરફ આ કેસમાં પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચ સમક્ષ પણ ન્યાયની અપેક્ષા હતી. જો કે, આગ હોનારતને એક મહિનો વિતી ગયો છે છતાં કમભાગીઓ હજુ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાંચે ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડરો જીગ્નેશ પાઘડાળ, હરસુખ વેકરિયા, રવિન્દ્ર કહાર ઉપરાંત ફાયરના બે ઓફિસરો એસ.કે. આચાર્ય, કીર્તિ મોઢ, પાલિકાના ઇજનેરો પરાગ મુન્શી, જયેશ સોલંકી, વી.કે.પરમાર અને ડીજીવીસીએલના ઇજનેર દિપક નાયકની ધરપકડ કરી છે. પરંતુ હજુ પણ મોટા માથાઓ પકડાયા નથી અને મૃતકોને ન્યાય મળે તે માટે સામાજિક સંસ્થા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી તક્ષશીલા આર્કેડ પાસે આમરણાંત ઉપવાસની પરવાનગી માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પોલીસ કમિશનર દ્વારા તેમને પરવાનગી આપવામાં આવી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.