વડોદરા ડિવિ. રેલવે ઓફિસખાતે શહીદ આરીફને શ્રદ્ધાંજલિ
દેશની રક્ષા માટે શહીદ થયેલા વડોદરા શહેરના જવાન મોહંમદ આરીફખાનને શ્રદ્ધાંજલિ અર્પવા આજ રોજ વડોદરા ડિવિઝનલ રેલવે ઓફિસ પ્રતાપનગર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મર્હુમ શહીદ આરીફખાનના પિતા, કુટુંબીજનો તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતના રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.રપ
શહીદ આરીફ પઠાણ કારેલીબાગ સ્થિત શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયનો પૂર્વ વિદ્યાર્થી હોવાથી તેને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરીફને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના સાથી વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક સહિત સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આરીફને સલામી આપી ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા સમયે તેની પિતરાઈ બહેન-ભાઈની તસવીર જોઈ ભાવુક થઈ ઉઠી હતી. તેની આંખોમાંથી નીકળતા આંસુ ભાઈની યાદી અપાવી રહ્યા હતા. ભાઈને યાદ કરી રડી રહેલી પિતરાઈ બહેનને જોઈ સ્કૂલના શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ પણ રડી પડ્યા હતા. શહીદ આરીફના અંતિમ દર્શન કરવા માટે બુધવારે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહીદ આરીફને પુરા માન-સન્માન સાથે ઈન્ડિયન આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી દફનવિધિ કરવામાં આવી હતી.