સુરેન્દ્રનગર, તા.ર૧
સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદરો-અંદરની ગેરસમજણના કારણે જિલ્લાના કોંગ્રેસ પક્ષનું માળખું દિન પ્રતિદિન વિખાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ કાર્યકરોમાં ગેરસમજણ અને અદરો અંદરના ખટકારના કારણે અગાઉ વઢવાણ નગરપાલિકા કૉંગ્રેસ ના હાથ માંથી ભાજપ માં જતી રહી છે. ત્યારે ગઈ કાલે વધુ ગેર સમજ અને સાચા નેતાઓ ને નઝર અંદાજ ના પગલે અઞાઉ રાજકોટ લોકસભા મા પ્રભારી તરીકે જવાબદારી નીભાવી ચૂકેલા અને હાલ જીલ્લા કોગ્રેસના ઉપ પ્રમુખ પદે રહેલા બી. કે.પરમારે કૉંગ્રેસ માંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે ગઈ કાલે સાંજ ના સમયે સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ ના હાથ માં રાજીનામુ આપી કૉંગ્રેસ ને અલવિદા કહ્યું છે.