(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨
ખોટા દસ્તાવેજો બનાવીને આરોપીએ તે પુરાવાને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કર્યા હતા. ખોટી સહીઓ કરીને ખોટા દસ્તાવેજો બનાવીને કોર્ટમાં રજૂ કરાયા હતા. શાહપુર પોલીસ મથકમાં આ મામલે થઈ હતી ફરિયાદ. આરોપીએ પત્ની બીમાર હોવાનું કારણ દર્શાવી માંગ્યા હતા વચગાળાના જામીન. આરોપીઓની જમીન અરજી સામે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ કામના આરોપીઓએ સાથે મળી એકબીજાની મદદગારીથી એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરૂં રચી કબજા વગરનું બાનાખત તથા પાવર ઓફ એટર્ની બનાવી તેમાં કાળીદાસ ચીમનભાઇ પટેલની ખોટી સિહીઓ કરી, જે દસ્તાવેજ ખોટા હોવાનું જાણતાં હોવા છતા સાચા હોવા તરીકે અમદાવાદ ગ્રામ્ય મિરજાપુર કોર્ટમાં દીવાની મુકદમા નં.૬૦૦/૨૦૧૭ ના કામે રજુ કરી ગુનો કરેલ છે. આરોપી સામે અમદાવાદ માં જુદા જુદા પાંચ ગુના નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધ નીકોલ પોલીસ સ્ટેશન, સોલા પોલીસ સ્ટેશન, કણભા પોલીસ સ્ટેશન, શાહપૂર પોલીસ સ્ટેશન અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ આવા જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની પત્નીની બીમારી જોતાં તે કોઈ અસાધ્ય બીમારી નથી. જેથી અરજદારને વચગાળાના જમીન પર મુકત કરી શકાર નહી. તમામ ગુનાની મોડસ ઓપેન્ડી એક સરખી છે. તેથી આરોપીને જામીન ન આપવા જોઈએ. કોર્ટે સરકારી વકીલની દલીલ માન્ય રાખી, આરોપીના જામીન નામંજૂર કર્યાં છે.