(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૩
પાલીતાણા કુંભણ ગામે રહેતા ઠાકરશી નાગજીભાઈ નાકરાણી (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ બાઈક લઈને કુંભણ ખાખરિયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ બાઈકની આડે ગાય ઉતરતા ઠાકરશીભાઈની બાઈક પલ્ટી ખાઈ જતા તેમને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ટોપથ્રી સર્કલ નજીક બાઈક ઉપર આવી રહેલા પ્રદીપસિંહ વિજયસિંહ રાઠોડ, દર્શનભાઈ અને રમેશભાઈ પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પ્રદીપસિંહ વિજયસિંહ રાઠોડ (રહે.મુધવન ગામ, તા.તળાજા, જિ.ભાવનગર)ને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તળાજાના સરતાનપર બંદર ગામે રહેતા ભુપેષભાઈ તુલસીભાઈ શિયાળ નામના યુવાને બીમારીથી કંટાળી જઈ ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.