વિશ્વ મહિલા દિનના દિવસે દુનિયાભરમાં મહિલાઓ સંબંધી વિવિધ કાર્યક્રમો યોજાય છે. તેમની કામગીરીને બિરદાવાય છે. તેમનું સન્માન કરાય છે. બાકીના દિવસો આપણે મહિલાઓના સંઘર્ષ, તેમની કામગીરી, તેમની ભૂમિકાને કયાં તો ભૂલીને ચાલીએ છીએ કયાં નજર અંદાજ કરીને, તસવીરમાં દેખાતી શ્રમજીવી મહિલાએ પોતાનો એક હાથ ગુમાવી દીધો છે પતિ બીમાર છે. ઘર-પરિવાર માટે કમાવાની જરૂર છે જયારે લારી ચલાવીને પોતાની ક્ષમતા મુજબનું કામ કરી બે પૈસા રળી લઈ પોતાનું-કુટુંબનું ગુજરાન ચલાવે છે. આ અને આવી તમામ મહિલાઓ કે સંઘર્ષરત રહી જીવન જીવવાની શીખ આપે છે. તેમને મહિલા દિન નિમિત્તે જ નહી નિત્ય સો સો સલામ કરીએ તોય ઓછું પડે. સલામ છે તેમની હિંમતને.