વઢવાણ,તા.ર૪
પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મચારીઓ દ્વારા સામાવાળાઓ પ્રતાપભાઈ જગાભાઈ વનપરા (ઉ.વ.૩૮), પુજાભાઈ વિઠાભાઈ મુલારિયા (ઉ.વ.પ૩) પોતાનું મોટર સાયકલ લઈ નીકળતા પોલીસ કર્મચારી દ્વારા તેઓનું મો.સા. રોકાવી બિનજરૂરી બહાર નહી નીકળવાનું કહેતા પોલીસના કાયદેસરના હુકમનું પાલન નહીં કરી આરોપીઓએ એકસંપ કરી ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારી સાથે બોલાચાલી, ઝપાઝપી કરી માથામાં લાકડી મારી ઈજા કરેલ હોય મજકુર બંને ઈસમો વિરૂદ્ધ પાટડી પોલીસ સ્ટેશને ગુનો રજી. કરવામાં આવેલ. આ ગુના કામે બંને આરોપીઓને ધોરણસર અટક કરી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે.
આ બંને ઈસમોના પાસા વોરન્ટ મેળવી બંને ઈસમોને પાસા ધારામાં અટકાયતમાં લઈ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કરવામાં આવેલ છે.