(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૯
અંકલેશ્વરની નામાંકિત શાળાઓમાં શાળાની ફી ભરવા માટે નીતનવા નુસખા બતાવીને લોભામણી જાહેરાત કરીને વોટસએપ ગ્રુપમાં મોકલાય છે. શાળાની ફીસનું પેપર મૂકવામાં આવ્યું છે. વધુ જેમાં જણાવવામાં આવ્યું છે કે વાલીઓ દ્વારા ૩૧/૭/ર૦ સુધીમાં આખા વર્ષની ફી ભરવામાં આવશે તો ૧ર૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ વાલીઓને વિનંતી છે કે તેઓ ૧થી પ તારીખ સુધીમાં મહિનાની ફી ભરી આવે. આવી માહિતી વોટસએપમાં બતાવીને વાલીઓને પૈસા ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અંકલેશ્વરમાં લીટલ ફલાવર સ્કૂલ તરફથી આવા જ મેસેજો મોકલવામાં આવી રહ્યા છે. ટ્યુશન ફી તેમના દ્વારા માફ કરવામાં આવી છે. આ રાહત સાથે શાળામાં સહકાર આપો તથા તમારા વિદ્યાર્થીની ફી ભરવા માટે જણાવવામાં આવે છે. અંકલેશ્વર શહેરની નામાંકિત શાળાઓ વિદ્યાર્થીઓ તથા તેમના વાલી પાસેથી ફી ભરાવવા માટે નવા નવા કીમિયા અજમાવી રહી છે. એમના દ્વારા લોભામણી જાહેરાતો આપવામાં આવે છે. આડકતરી રીતે વાલીઓ પાસે ફી ઉઘરાવવા માટે દબાણ કરાઈ રહ્યું છે અને વોટસએપ ગ્રુપ તથા સોશિયલ ગ્રુપના માધ્યમ થકી મેસેજો કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરના દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ એકેડમી સ્કૂલ દ્વારા તેમના વોટસએપ ગ્રુપ પર મેસેજ મૂકવામાં આવ્યો છે.