(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.ર૧
વિકાસના સ્વપ્નદૃષ્ટા તથા દેશ અને રાજય તથા ભરૂચ જિલ્લાનું હિત જેઓના હૈયે સમાયેલું અને હંમેશાં સામાન્ય કાર્યકર કે સ્થાનિક રહીશ માટે ફિકરમાં રહેતા રાષ્ટ્રીય નેતા તથા સાંસદ અને જિલ્લાના લોકલાઠીલા નેતા જનાબ અહમદભાઈ પટેલના ૭રમા જન્મદિને સાદાઈથી અને માસ્ક તથા સેનિટાઈઝની બોટલો સ્થાનિક પ્રજાજનોને અર્પણ કરાઈ હતી. જે બદલ અંકલેશ્વર ખાતે હજારો શુભેચ્છકો દ્વારા તેઓના જન્મદિને શુભેચ્છા ટેલિફોનિક તથા સોશિયલ મીડિયા દ્વારા અપાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા નાઝુભાઈ ફડવાલાએ જણાવ્યું હતું કે, તેઓના જન્મદિને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અહમદભાઈ પટેલ હંમેશાં નાનામાં નાનો કાર્યકર કે અગ્રણી હોય તેઓને સદાય પૂછપરછ કરતા તથા કોઈપણ કામમાં મદદરૂપ થવા તત્પર રહેતા જેઓને હંમેશાં કાર્યકરોની સાથે સામાન્ય વ્યકિતની પણ કદર કરી છે અને કોઈપણ તકલીફ કે કુદરતી આફતમાં તુરત જ સહાય રૂપ થવા માટે મદદરૂપ થાય છે.
નગરપાલિકાના અન્ય તથા વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે લોકલાડીલા નેતા અહમદભાઈ પટેલ કોઈપણ વિકાસના કામમાં તુરત જ મદદરૂપ થયા છે. સાથે કોઈ બીમાર અથવા હોસ્પિટલમાં હોય ત્યારે પણ ખબર અંતર પૂછીને મદદરૂપ થવા માટે કહેતા.
ન.પા.ના વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા જણાવાયું હતું આજે અહમદભાઈ પટેલ સાહેબની ૭રમી સાલગીરાહ પ્રસંગે હું હાર્દિક શુભેચ્છા સાથે તેઓને તદુરસ્તી સાથે પરવરદિગાર લાંબું આયુષ્ય આપે તેવી હાર્દિક શુભકામના પાઠવું છું. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં.૮ના સભ્ય તથા ઉદ્યોગપતિ હાજી જહાંગીરખાન પઠાણે લોકલાડીલા નેતા અહમદભાઈ પટેલને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે તેઓના ૭રમા જન્મદિને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
પરવરદિગાર તેઓને તંદુરસ્તી સાથે ઉમર દરાજ કરે. અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ચેતનભાઈ પટેલે ૭રમા જન્મદિને નિમિત્તે અહમદભાઈ પટેલને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી તથા મ્યુ. સભ્ય રફીક ઝઘડિયાવાલાએ પણ અહમદભાઈ પટેલને શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી મગનભાઈ માસ્તરે (પટેલે) પણ ૭રમા જન્મદિને નિમિત્તે અહમદભાઈ પટેલને શુભકામના પાઠવી હતી. ઈકરા ઈગ્લીશ મીડિયમ સ્કૂલના પ્રમુખ જલાલુદ્દીન કુરેશી તથા ટ્રસ્ટીઓ દ્વારા પણ શુભકામના પાઠવાઈ હતી. ગુજરાત પ્રદેશ માઈનોરિટી ડિપાર્ટ.ના ઝોનલ ચેરમેન ઈકબાલભાઈ ગોરી દ્વારા અહમદભાઈ પટેલને ૭રમી સાલગીરાહના પ્રસંગે હાર્દિક શુભેચ્છા પાઠવાઈ હતી અને તેઓને તંદુરસ્તી સાથે પરવરદિગાર લાંભું આયુષ્ય બક્ષે તેવી શુભકામના પાઠવી હતી.
અંકલેશ્વર તાલુકા પરચેઝ સેલ યુનિયનના ચેરમેન બાબુભાઈ દેસાઈ તથા શબ્બીરભાઈ પટેલ દ્વારા પણ લોકલાડીલા નેતા તથા સાંસદ અહમદભાઈ પટેલને ૭રમા જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવાઈ હતી.
પબ્લિક સ્કૂલ ખરોડ તથા બી.એડ.કોલેજ ખરોડના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી તથા ટ્રસ્ટ અને પ્રિન્સિપાલ દ્વારા અહમદભાઈ પટેલના ૭રમા જન્મદિન નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવાઈ હતી.