સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામ ખાતે થરાદી મેમણ હોલ સમાજવાડી ખાતે નૂર ટ્રસ્ટ મુસ્લિમ સમાજ દ્વારા કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ બેડની સુવિધા ઉપલબ્ધ છે. ડો.અનીસ મન્સૂરી (ફીજીસીયન )ની નિગરાનીમાં દરેક જ્ઞાતિના લોકો માટે કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેમાં દર્દીઓ માટે ચા નાસ્તા અને જમવાની સગવડ પણ રાખેલ છે. ડો.અનીસભાઈ મન્સૂરી પોઝિટિવ દર્દીઓને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી અને કોરોના સામે કેવી રીતે લડવું તેવી સમજ આપી હતી. માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને ઘણી બધી માર્ગદર્શન આપ્યું હતુ.