Crime Diary

લ્યો… હરિયાણાના ગૌરક્ષક જૂથોએ પોતાના પર થતાંહુમલાઓના નામે હથિયારના લાઇસન્સ માંગ્યા : અહેવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
હરિયાણામાં કહેવાતા ગૌરક્ષક જૂથો પોતાની શસ્ત્રથી સજ્જ કરવા માંગે છે અને તેઓ એવો આરોપ મૂકે છે કે, તાજેતરમાં તેમના પર હુમલા વધી રહ્યા છે. અખબારના જણાવ્યા અનુસાર એક વેપારી જે આ ગાયના જાગ્રત જૂથો સાથે સંકળાયેલા હોવાનું વર્ણવ્યું હતું, તેને મંગળવારે (૨૫ જૂન) હરિયાણાના નૂહ જિલ્લામાં પુરૂષોના જૂથ દ્વારા કથિત રીતે ગોળી મારી દેવામાં આવી હતી. આ વેપારીને આ હુમલાખોરો ગાયની તસ્કરી કરતાં હોવાની શંકા દર્શાવતા હતા પરંતુ સ્થાનિક પોલીસ આની પુષ્ટિ કરી નથી.
પોલીસે ધ ટ્રિબ્યુનને એમ પણ કહ્યું કે, તેઓ પુષ્ટિ કરી શક્યા નથી કે આ વેપારી કોઈ ગાય સંરક્ષણ પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ. બે અઠવાડિયા પહેલાં નૂહમાં કારનો પીછો કર્યા પછી ગાયના તસ્કરો દ્વારા કથિત રીતે એક ગાયને ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી હતી. વેપારી પરના કથિત હુમલાને પગલે સતર્ક જૂથો તેમના સભ્યોને શસ્ત્ર લાઇસન્સ માટે અરજી કરવાનું કહી રહ્યા છે અને કહ્યું છે કે, તાજેતરમાં તેમના પર હુમલા વધી ગયા છે. એક સભ્યે આરોપ મૂક્યો કે, અમારા પર હુમલાઓ વધ્યા છે. પશુઓના તસ્કરો તાજેતરની લોકસભાની ચૂંટણીઓ પછી અચાનક વધી ગયા છે. હરિયાણામાં ગૌહત્યા પર પ્રતિબંધ છે, જેની સરકારે પ્રતિબંધને લાગુ કરવામાં મદદ કરવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે ‘ગાય સંરક્ષણ કાર્ય દળો’ની સ્થાપના કરી છે. સ્થાનિક ગૌરક્ષક લોકો જિલ્લા-સ્તરના કાર્ય દળોના સભ્યો છે અને આ પ્રતિબંધ અંગે પોલિસને પણ મદદ કરે છે. નૂહ મુસ્લિમ બહુમતી ધરાવતો જિલ્લો છે અને મુસ્લિમો કહે છે કે, પશુ સંબંધિત લિંચિંગની ઘટનાઓ અને ગૌરક્ષકોના ડરથી જિલ્લામાં પશુ વેપાર ઘટી ગયો છે. ગયા વર્ષે અહી સાંપ્રદાયિક હિંસા થઈ હતી જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને મુસ્લિમોની અનેક મિલકતોને બાળી નાખવામાં આવી હતી. હિંસા પાછળનું એક કારણ સ્વ-ઘોષિત ગૌરક્ષક મોનુ માનેસરનો વીડિયો હોવાનું માનવામાં આવે છે, જેની પર હત્યાના પ્રયાસનો આરોપ છે અને તેની સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં તેને જામીન મળ્યા હતા. નૂહ સાંપ્રદાયિક હિંસા બાદ ગૌરક્ષકોને ૯૦ શસ્ત્ર લાયસન્સ આપવામાં આવ્યા હતા.

Related posts
Crime Diary

મહારાષ્ટ્રના બીડમાં ગૌરક્ષકોએ જૂતાના મુસ્લિમ વેપારી પર હુમલો કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૮મહારાષ્ટ્રના…
Read more
Crime Diary

યુપીના લખનૌમાં મુસ્લિમ ઝોમેટો ડિલિવરી એજન્ટને બંધક બનાવી ગાળાગાળી કરી અત્યાચાર

(એજન્સી) તા.૨૪ઉત્તરપ્રદેશની રાજધાન…
Read more
Crime Diary

‘હલાલા કી ઔલાદ હો તુમ લોગ’ : વીડિયોમાં ઉબેરનો ડ્રાઈવર દિલ્હીમાં મુસાફરો સાથે નફરતી અપશબ્દો સાથે વાત કરે છે

આ ડ્રાઈવર મુસાફરો તરફ જોઈને ચીસો પાડે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.