Downtrodden

તિરૂવન્નામલાઈમાં અંતિમયાત્રા માટે મુખ્ય માર્ગનો ઉપયોગકરતા દલિતો સામે ઉચ્ચ જાતિના હિંદુઓએ વાંધો ઉઠાવ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સોમવારના રોજ તિરૂવન્નામલાઈથી લગભગ ૪૫ કિમી દૂર મોથક્કલ ગામમાં એક દલિત મહિલાની અંતિમયાત્રા સામે ઉચ્ચ જાતિના હિંદુઓએ કથિત રીતે વાંધો ઉઠાવ્યો હતો કારણ કે દલિત સમુદાયના સભ્યોએ મૃતકના મૃતદેહને તેમના પરંપરાગત માર્ગની સ્થિતિ ખરાબ હોવાને કારણે તેને મુખ્ય માર્ગ પરથી લઈ જવાનો નિર્ણય કર્યો. સૂત્રોએ જણાવ્યું કે ૭૦ વર્ષીય એસ. કિલિયમ્બલનું રવિવારની સાંજે દલિત કોલોનીમાં તેમની પુત્રીના ઘરે વય-સંબંધિત બીમારીના કારણે અવસાન થયું હતું. પરંપરાગત રીતે, ઉચ્ચ જાતિના હિંદુઓ અને દલિતોએ અંતિમયાત્રા માટે તેમના પોતાના માર્ગોનો ઉપયોગ કરતા આવ્યા છે. ગામની સીમમાં દલિત સ્મશાન આવેલું છે. તેમને સ્મશાન સુધી પહોંચવા માટે કાદવવાળા રસ્તાઓમાંથી સંઘર્ષ કરવો પડે છે. એક દલિત કૃષિ કાર્યકરએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દલિતો દ્વારા સ્મશાન સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેવાતો રસ્તો ઝાડીઓ અને અસમાન રસ્તાઓને કારણે વધુ ખરાબ થઈ ગયો હતો. સત્તાવાળાઓએ ઘણાં વર્ષોથી તેનું સમારકામ કર્યું ન હતું. તેથી, અમે ઉચ્ચ જાતિના હિંદુઓ દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગ દ્વારા સ્મશાનયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. મોથાક્કલ એક સરહદી ગામ છે જે તિરૂવન્નામલાઈને ધર્મપુરી જિલ્લા સાથે જોડે છે. તે તિરૂવન્નામલાઈમાં થન્દ્રમપટ્ટુ પંચાયત યુનિયન હેઠળ આવે છે. ગામમાં મોટા ભાગના ઉચ્ચ જાતિના હિંદુઓ જમીનમાલિકો છે અને દલિતો વર્ષોથી તેમની જમીન પર ખેતમજૂર તરીકે કામ કરે છે. આ વિસ્તારના CPIM અધિકારી આર.અન્નામલાઈએ કહ્યું, આ ગામમાં જ્ઞાતિ ભેદભાવ સામાન્ય છે. અગાઉ દલિતોને ઉચ્ચ જાતિના હિંદુઓના સલૂનમાં તેમના વાળ કાપવાની મંજૂરી ન હતી. પોલીસે જણાવ્યું કે, દલિતોએ સાંજે ૪ વાગ્યાની આસપાસ ગામના મુખ્ય માર્ગ પરથી અંતિમયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઉચ્ચ જાતિના હિંદુઓએ તેનો વિરોધ કર્યો હતો. પંચાયતના અધિકારીઓના એલર્ટના આધારે પોલીસની એક ટીમ ઘટનાને રોકવા માટે ગામમાં પહોંચી હતી. તિરૂવન્નામલાઈ રેવન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) આર. મંદાકિનીની આગેવાની હેઠળની રેવન્યુ ટીમે ગામમાં ઉચ્ચ જાતિના હિંદુઓ અને દલિતો વચ્ચે શાંતિ મંત્રણાનું આયોજન કર્યું હતું. લગભગ પાંચ કલાકની વાતચીત બાદ દલિતો પરંપરાગત માર્ગનો ઉપયોગ કરવા સંમત થયા હતા. તેઓએ સોમવારે રાત્રે મૃતક મહિલાને દફનાવી હતી. ગામમાં જાતિ ભેદભાવને સમાપ્ત કરવા માટે જિલ્લા અધિકારીઓ સમુદાયો વચ્ચે શાંતિ વાટાઘાટોની શ્રેણીનું આયોજન કરશે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે, દલિતોને સરકારી બસોમાં ચઢવા માટે ઉચ્ચ જાતિના હિંદુઓ દ્વારા ચલાવવામાં આવતી નાની દુકાનોની બાજુમાં ઝાડની છાયામાં રાહ જોવાની પણ મંજૂરી નથી. તેમને બસમાં ચઢવા માટે તડકામાં રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. કલેક્ટર ડી.ભાસ્કર પાંડિયને જણાવ્યું હતું કે, ગામમાં જાતિ ભેદભાવના મુદ્દે તપાસ કરવામાં આવશે.

Related posts
Downtrodden

પીલીભીતમાં એક તળાવમાંથી ૧૪ વર્ષની દલિત બાળકીનો મૃતદેહ મળ્યો

(એજન્સી)પીલીભીત, તા.૧૭પીલીભીત…
Read more
Downtrodden

ભારતીય-અમેરિકન ઈતિહાસકાર વર્ણવે છે કે શા માટે શિક્ષણ દલિતો માટે જાદુઈ છડી છે ?

(એજન્સી) તા.૧પભારતીય-અમેરિકન…
Read more
Downtrodden

જાતિ આધારિત શ્રમ અને મર્યાદિત ખોરાક દલિતોએ જેલની ભયાનકતાનું વર્ણન કર્યું

(એજન્સી)મેરઠ/દેહરાદૂન, તા.૧૪દૌલત…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.