Sports

વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં જાફર ડેબ્યુ કરશેધુરંધરોને આઉટ કરનાર રર વર્ષીય જાફર ચૌહાણની ઈંગ્લેન્ડ ટીમમાં પસંદગીનેટ સેશનમાં જાફર ચૌહાણે ધુરંધર બેટ્‌સમેન જો રૂટ અને બેન ડકેટને આઉટ કર્યા હતા

નવી દિલ્હી, તા.૩
કપ્તાન બટલર ઈજામાંથી મુકત થયા બાદ વાઈટ બોલ ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે લેગ સ્પિનર જાફર ચૌહાણ આ મહિનાના અંતમાં વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં ડેબ્યુ કરતો દેખાશે. જેણે ર૩ ટી-ર૦ મેચ રમી છે પણ હજુ સુધી લિસ્ટ એમાં ડેબ્યુ કરી શકયો નથી તે રર વર્ષનો છે. જાફર ચૌહાણ સાઉથ એશિયન ક્રિકેટ એકેડમીનો પ્રથમ ગ્રેજ્યુએટ છે જેનો ઈંગ્લેન્ડ ટીમમાં સમાવેશ કરાયો છે. ચૌહાણની ક્રિકેટ સફર ખૂબ જ શાનદાર રહી છે તેણે ર૦ર૩માં યોર્કશાયર સાથે પોતાનો પ્રથમ પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. યોર્કશાયર સાથે જોડાતા પહેલા તેણે પોતાના ટીનેજ યર મિડલએકસ એકેડમીમાં વિતાવ્યા હતા પણ તેને સિનિયર ટીમમાં કોઈ તક મળી નહીં. ર૦રરમાં ચૌહાણ નેશનલ કાઉન્ટી લીગમાં બર્કશાયર માટે રમ્યો હતો. જ્યાં તેણે ટીમને પ૦ ઓવરની ટુર્નામેન્ટ જીતવામાં મદદ કરી. આ દરમ્યાન તેને સાઉથ એશિયન ક્રિકેટ એકેડમી (જીછઝ્રછ) માટે રિકમેન્ડ કરાયો જે પ્રોફેશનલ ક્રિકેટમાં બ્રિટિશ દક્ષિણ એશિયન લોકોના ઓછા પ્રતિનિધિત્વનું સમાધાન કરે છે. જીછઝ્રછમાં ચૌહાણની સફળતાથી તેને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ વિરૂદ્ધ બોલિંગ કરવાની તક મળી ઈંગ્લેન્ડના ર૦રરના પાકિસ્તાનના ટેસ્ટ પ્રવાસ પહેલા એક નેટ સેશન દરમ્યાન જાફર ચૌહાણે જો રૂટ અને બેન ડકેટને આઉટ કર્યા હતા. અત્યાર સુધી જાફરે લિસ્ટ એમાં ડેબ્યુ કર્યું નથી. તેણે અત્યાર સુધી ર૩ ટી ર૦ મેચ રમી છે. જેમાં ચૌહાણના નામે રર વિકેટ છે. ઈંગ્લેન્ડ ૩૧ ઓકટોબરથી વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ વન-ડે અને પાંચ ટી-ર૦ મેચ રમશે.