Sports

વર્ચસ્વ જાળવી રાખવા ટીમ ઇન્ડિયા ઊતરશે

બેંગ્લોર, તા.૧૫
બુધવારથી બેંગ્લોરમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે મેદાનમાં ઉતરતા સમયે ભારતીય સ્ટારોની નજર મોટા રેકોર્ડ તોડવા પર હશે. ભારત ૧૬ ઓકટોબરથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા ઊતરશે, જેથી તે WTC ફાઇનલ સુધી આસાનીથી પહોંચી જાય. ભારત ઘરેલુ જમીન પર ટેસ્ટ ફોર્મેટમાં ઘણું પ્રભાવશાળી રહ્યું છે. તેણે ૨૦૧૨-૧૩ સિઝનમાં ઇંગ્લેન્ડ સામે ૧-૨ની હાર બાદથી ઘરેલુ મેદાન પર કોઈપણ ટેસ્ટ સિરીઝ ગુમાવી નથી. ત્યારથી ભારતે ઘરઆંગણે સતત ૧૮ ટેસ્ટ સિરીઝ જીતી છે. એટલે કે ૪૦૦૦ દિવસોથી તે ઘરે અપરાજીત છે. ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારત અનેક રેકોર્ડ બનાવી શકે છે. ભારતનો સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી એક ઐતિહાસિક સિદ્ધિની નજીક છે. તે ૯૦૦૦ ટેસ્ટ રનથી ફક્ત ૫૩ રન પાછળ છે અને આવું કરનાર ફક્ત ચોથો ભારતીય ખેલાડી બની જશે. તેણે ૧૧૫ ટેસ્ટ અને ૧૯૫ ઇનિંગોમાં ૪૮.૮૯ની સરેરાશથી ૮૯૪૭ રન બનાવ્યા છે, જેમાં ૨૯ સદી અને ૩૦ અર્ધસદી સામેલ છે. તેનો હાઇએસ્ટ સ્કોર અણનમ ૨૫૪ છે. યુવા ભારતીય સ્ટાર શુભમન ગિલ પણ ૨૦૦૦ ટેસ્ટ રન અને ૫૦૦૦ ઇન્ટરનેશનલ રનની નજીક પહોંચી ગયો છે. ગિલે ૨૭ ટેસ્ટ અને ૫૦ ઇનિંગોમાં પાંચ સદી સાથે ૧૬૫૬ રન બનાવ્યા છે. તે બે હજાર ટેસ્ટ રન બનાવવાથી ૩૪૪ રન દૂર છે. યુવા વિસ્ફોટક બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલ વન-ડે નહીં રમવા છતાં તે બે હજાર ઇન્ટરનેશનલ રન બનાવવાથી ફક્ત ૬૦ રન દૂર છે. સાથે જ જયસ્વાલ આ વર્ષ ૨૯ સિક્સર સાથે તે ન્યુઝીલેન્ડના મહાન બેટ્‌સમેન બ્રેન્ડન મેક્કુલમના ૩૫ સિક્સરના રેકોર્ડ તોડવાથી ફક્ત પાંચ સિક્સર દૂર છે. જે એક કેલેન્ડર વર્ષ દરમ્યાન ટેસ્ટમાં કોઈ ખેલાડી દ્વારા સૌથી વધારે છે. કે.એલ. રાહુલ ૩૦૦૦ ટેસ્ટ રન બનાવવાથી ફક્ત ૩૧ રન દૂર છે. ટોચનો સ્પિનર કુલદીપ યાદવ પણ ૩૦૦ ઇન્ટરનેશનલ વિકેટોથી ફક્ત ૬ વિકેટ પાછળ છે અને આવું કરનાર તે ફક્ત ૧૩મો ભારતીય બની જશે. ૧૫૮ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે ૨૨.૩૦ની સરેરાશથી ૨૯૪ વિકેટ ઝડપી છે. પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનને લઈ કપ્તાન રોહિત શર્માએ મોટો અપડેટ આપ્યો છે. બેંગ્લોરમાં ઘણો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. કપ્તાન રોહિતે કહ્યું કે, ટીમ ઇન્ડિયા બે સ્પિનર સાથે ઉતરી શકે છે. જો કે, પરિસ્થિતિને જોઈ ત્રણ સ્પિનર પણ રમી શકે છે. બેંગ્લોરમાં ટેસ્ટ મેચના બધા પાંચ દિવસ વરસાદની સંભાવના છે.

Related posts
Sports

ક્રિકેટ સાથે બળાત્કાર… : બાસિત અલી

બાબર આઝમ સહિત ત્રણ સ્ટાર ખેલાડીઓના…
Read more
Sports

વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં જાફર ડેબ્યુ કરશેધુરંધરોને આઉટ કરનાર રર વર્ષીય જાફર ચૌહાણની ઈંગ્લેન્ડ ટીમમાં પસંદગીનેટ સેશનમાં જાફર ચૌહાણે ધુરંધર બેટ્‌સમેન જો રૂટ અને બેન ડકેટને આઉટ કર્યા હતા

નવી દિલ્હી, તા.૩કપ્તાન બટલર ઈજામાંથ…
Read more
Sports

ભારતીય ટેસ્ટ ટીમમાંથી રિલીઝ થવાના થોડા દિવસ બાદ જસરફરાઝ ખાને ઇરાની કપમાં સચિન અને રાહુલ દ્રવિડની બરાબરી કરી

લખનૌ, તા.૨સરફરાઝ ખાનનું ફર્સ્ટ ક્લાસ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.