(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા.૩૧
ગોંડલ સ્ટેટના રાજા સર ભગવતસિંહજી એ ધોરાજીમાં રેલવે સ્ટેશન બંધાવેલ જે સ્ટેટના સમયમાં લોકોને મુસાફરી માટેનું મુખ્ય મથક હતું. આઝાદી પહેલાં ધોરાજી શહેર ઔધોગિક છેત્રે ખૂબ જ વિખ્યાત હતું. જેને લીધે રેલવે સેવાનો પ્રાથમિક પ્રારંભ થયો હતો. બીજી તરફ હાલ ટેકનિકલ યુગ ચાલી રહ્યો છે. રાજા શાહી સમયમાં અહીં લાંબા રૂટની ટ્રેનો મળતી હતી. આજના સમયમાં ભૂતકાળ બની ગયેલ છે. જે તે સમયે ગુડસ ટ્રેનો ચાલતી હતી જે હાલમાં બંધ છે. વાસજાણીયાથી જેતેલસર લાઈનને મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવેલ જેને વર્ષો વીતી ગયા છતાં હજુ લાંબા રૂટની ટ્રેનો મળી નથી ભૂતકાળમાં ટ્રેનો મેળવવા ઘણા લોકોએ આંદોલન કરેલ પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં.
પોરબંદરથી ઉપડતી અને અજમેર, મહારાષ્ટ્ર, સુરત અમદાવાદ તરફ જતી તથા અન્ય લાંબા રૂટની ટ્રેનો પોરબંદરથી જામનગર રાજકોટ ચલાવવામાં આવે છે. જેને પોરબંદર વાસજાણીયા, ઉપલેટા, ધોરાજી, જેતેલસર થઈ ગોંડલ રાજકોટ ચલાવાય તો તંત્રને બમણી આવક થાય અને જનતાને મુસાફરીમાં સહેલાઈથી થઈ શકે આર્થિક બચત પણ થાય આથી જનતાની હાલાકીનો પણ અંત આવે. અજમેરમાં સૂફી સંત ખ્વાઝા ગરીબ નવાઝ (ર.અ.)ની પ્રખ્યાત દરગાહ શરીફ આવેલ હોય. જો અઠવાડિયામાં એક વખત દોડાવામાં આવે તો યાત્રાળુઓને સુવિધા મળે તંત્રને પુષ્કળ આવક થાય. ધોરાજીથી નાગપુર, સુરત, મુંબઈ, જવા મુસાફરોનો ધસારો હોય છે. ટ્રેનની સગવડ ના હોવાથી ખાનગી ટ્રાવેલ્સ ચાલકો મનફાવે તેવા ભાવો લઇએ છે. આ ઉપરાંત ધોરાજી સ્ટેશનમાં કેન્ટીન, વેટિંગ રૂમ, પાણીની પરબ, શોચાલય બનાવવા માટે લોક માગણી ઉઠવા પામી છે. આ તકે વીઠલભાઈ કોરડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઘણા સમયથી અમે લાંબા રૂટની ટ્રેનોની માગણી કરી છે. પરંતુ રેલવે તંત્રે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી ભૂતકાળમાં આંદોલન કરેલ છે. જો હજુ જનતાના પશ્રને રેલવે તંત્ર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે વધુમાં વિઠ્ઠલભાઈએ કહ્યું કે જે રૂટમાં ટ્રેનો ખાલી દોડે છે. તેવા રૂટ બંધ કરી આ રૂટ પર ટ્રેનો ચલાવવામાં આવે તો રેલવે તંત્રને પણ ફાયદો થાય.