હિંમતનગર, તા.૩
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીક આવેલ ઢુંઢરની સીમમાં આવેલ અનુપમ સિરામીક ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિક દ્વારા ૧૪ માસની માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાને લઈ સમગ્ર ગુજરાત સહિત દેશની જનતા ફીટકાર વરસાવી રહી છે. આવા હિચકારા હિન કૃત્ય કરનાર નરાધમને વહેલીતકે ફાંસીની સજા મળે તે માટે સાબરકાઠા બાર કાઉન્સિલે પ્રયત્ન કરવો જોઈએ અને બાર કાઉન્સિલે પ્રયત્ન કરવો જોઈએ અને બાર કાઉન્સિલે એક ઠરાવ કરી અને આવા નરાધમ આરોપીનો કેસ બાર કાઉન્સિલના કોઈપણ વકીલોએ લડવો જોઈએ નહીં અને આરોપીને ફાંસીની સજા મળે તે માટે પીડિતાને બાર કાઉન્સિલે સંપૂર્ણ કાનૂની મદદ કરવી જોઈએ તેવી યુવા કાર્યકર અને સ્ટુડન્ટ સાનિયા દીવાને બાર કાઉન્સિલને વિનંતી કરી છે.
વધુમાં સાનિયા દીવાને અપીલ કરતા જણાવ્યું છે કે પીડિત માસૂમ દીકરીનો પરિવાર ખૂબ જ ગરીબ છે. જેના માટે સરકારે નિયમ અનુસાર સહાય કરી છે અને સાબરકાંઠા જિલ્લા અને પોલીસવડાએ પણ સહાનુભૂતિ બતાવતા જણાવ્યું છે કે જિલ્લાના પોલીસવડા, ડીવાયએસપીઓ, પીઆઈઓ, પીએસઆઈઓ તથા તમામ પોલીસ કર્મચારીએ પોતાનો એક દિવસનો પગાર અંદાજિત ર લાખ રૂપિયા જેટલો થાય છે જે પીડિત પરિવારને સહાય આપવા અર્થે જાહેરાત કરવામાં આવી છે તે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેવી જ રીતે જિલ્લાના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને ધનિક વેપારીઓએ પણ પીડિત માસૂમના પરિવારને આર્થિક મદદ કરવી જોઈએ જેથી માસૂમ બાળકીના ભવિષ્યનું નિર્માણ થઈ શકે તે માટે સાનિયા દીવાને વિનંતી કરી છે.
0.5