ભાવનગર, તા.૧૩
છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે કોરોનાં વાયરસનાં પોઝિટિવ કેસો નોંધાતા ભાવનગરમાં કોરોના વાયરસનાં પોઝિટિવની સંખ્યા ૯૯ પર પહોચી છે. તદ્ઉપરાંત દાખલ કરવામાં આવેલી પ્રસૂતા મહિલાની રાત્રીનાં સમયે સફળ ડિલિવરી કરાવી સ્વસ્થ બાળકનો જન્મ થયો હતો. ભાવનગર જિલ્લામાં કોરોનાં વાયરસની મહામારીને કારણે લોકડાઉન મોડમાં છે. ત્યારે દિન-પ્રતિદિન કોરોના વાયરસ કેસો નોંધાઈ રહ્યા છે. જા કે ભાવનગર જિલ્લામાં કોરોનાં વાયરસને મ્હાત આપી પેશન્ટોને રજા આપવાનો રેશિયો પણ મોટો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાં વાયરસનાં બે પોઝિટિવ કેસો નોંધાતા કુલ આંક ૯૯ પર પહોચી છે. જેમાં સવાઈગરની શેરી કણબીવાડ ખાતે ૨૭ વર્ષીય મહિલાના ટેસ્ટીંગ લેવાતા રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સર ટી. હોસ્પિટલ ખાતે આઈસોલેશનમાં ખસેડવામાં આવેલ હતાં.જ્યાં તેમને રાત્રીનાં સમયે પ્રસુતા પીડા ઉપડતા તબીબી ટીમ દ્વારા સફળ પ્રસુતિ કરાવી હતી. અગાઉ પણ બોટાદની મહિલાની સફળ પ્રસુતિ તબીબી ટીમ દ્વારા કરાવવામાં આવી હતી. તદ્દઉપરાંત જેસરનાં ઉગલવાણ ગામે રહેતાં અને સુરત ખાતેથી આવેલા ૩૨ વર્ષીય યુવક કોરોનાં વાયરસનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તુરંત જ તેમને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ છે એમ પોઝિટિવ કેસોની સંખ્યા ૯૯ પર પહોચી છે.