બોડેલી, તા.૧૪
બોડેલી તાલુકાના ધરોલિયા ગામે આવેલ ત્રણ યુવાનોને કોરોના પોઝિટિવ આવતા પોઝિટિવ યુવાનોના મકાનની આજુબાજુના વિસ્તારને પતરાં મારી ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને ગામમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે. બોડેલી તાલુકાના ધરોલીયા ગામે ત્રણ યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રે આ ત્રણે યુવાનો ઘરની આજુબાજુના વિસ્તારમાં લોકોની અવર-જવર બંધ કરવા રસ્તા પર પતરાં મારી મોટો વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાં ફરી લોકોની આરોગ્યની તપાસ હાથ ધરી છે જ્યારે ગામમાં રસ્તાઓ અને મકાનોને સેનિટાઈઝર કરવામાં આવ્યા છે.