પાલનપુર, તા.૧૩
પાલનપુર શહેરમાં રહિમી હોટલ માં થયેલ ફાયરિંગના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ફાયરિંગમાં ઉપયોગ થયેલ રિવોલ્વર અને કારતુસ પણ જપ્ત કર્યા છે ફાયરિંગના ગુનામાં મુખ્ય આરોપી અફઝલખાન ઉર્ફે લાલો નજીરખાન ઘાસુરા પાસેથી શંકાસ્પદ ઓલ ઇન્ડિયાનો હથિયાર પરવાનો મળી આવતા પોલીસ પણ ચાંેકી ઊઠી છે અને આ પરવાનાની પોલીસ તપાસ માટે સંબંધિત વિભાગને મોકલવામાં આવી છે જોકે હાલમાં અફઝલ નામના આરોપી પાસેથી મળેલ ઓલ ઇન્ડિયા હથિયારનો પરવાનો પ્રાથમિક તબકકે બોગસ હોવાનું માલુમ પડ્યું છે પાલનપુર રહિમી હોટલમાં બે ગેંગ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગમાં પાંચ રાઉન્ડ ગોળીબાર પણ થયો છે જેમાં ચાર લોકોને ઇજા થઈ હતી.જે આરોપી તરીકે હોવાથી હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે સારવાર લઇ રહ્યા છે પાલનપુરમાં ધોળા દિવસે થયેલા ફાયરિંગમાં કુલ ૧૫ આરોપી સામે સામસામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે જેમાં સારવાર લઇ રહેલા ચાર આરોપીઓ તેમજ અન્ય પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા નીરજ બડગુજર એ ફાયરિંગના કેશમાં પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપતા જણાવ્યું હતું કે સીસી કેમેરામાં કેદ થયેલ સામસામે ફાયરિંગ ના વીડિયો વધુ તપાસ માટે એફ.એસ.એલ.ને મોકલી દેવામાં આવ્યા છે તેમજ ફાયરિંગના ગુનામાં ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે પાલનપુર રહિમી હોટલ ખાલી કરવાના મુદ્દે ફાયરિંગનો મુખ્ય આરોપી અફઝલ ઉર્ફે લાલો નજીરખાન ઘાસુરા પાસેથી ઓલ ઇન્ડિયા હથિયારનો પરવાનો પોલીસના હાથે લાગતા આ કેશમાં નવો વળાંક આવવાની શક્યતા છે.