શહેરા, તા.ર૬
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બીઆરસી કૉ.ઓર્ડિનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના ૧૮૩૬ શિક્ષકો પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ ગામ, ફળિયા અને ઘેર ઘેર જઈ બાળકો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, સ્થાનિક સત્તામંડળ અને જાગૃત નાગરિકો સાથે કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ ઉપસ્થિત રહી ડૉ.ભીમરાવ આંબેડકર રચિત ભારત દેશના બંધારણની ઉજવણી અંતર્ગત દેશના પ્રધાનમંત્રી દ્વારા ૧૧ઃ૦૦ કલાકે કરવામાં આવેલ આમુખનું વાંચન કાર્યક્રમમાં સહભાગી થઈ તમામ શિક્ષકો પોતે પણ ભારતનું બંધારણના આમુખનું વાંચન કર્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના આયોજન હેઠળ ભારતનું બંધારણને વધુ લોકો સુધી પહોંચાડવા શહેરા તાલુકાના બાળકોએ ચિત્ર, રંગોળી, નિબંધ, વકૃત્વ અને અનેક વિવિધ સ્પર્ધાઓમાં ૨૬૧૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શહેરા શિક્ષણ વિભાગનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ અણીયાદ ક્લસ્ટરની ગુવાલીયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ ડૉ.ભીમરાવ આંબેડકર રચિત ભારતનું બંધારણ સંદર્ભે અણીયાદ અને નરસાણા ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકો, વિજયભાઈ પટેલ, જયપાલસિંહ બારીઆ, કલ્પેશભાઈ પટેલ, નટવરસિંહ ચૌહાણ, નરેન્દ્રભાઈ બારીઆ, ભવાનસિંહ, દૌલતસિંહ વગેરે માર્ગદર્શન આપી જોડ્યા હતા.