Downtrodden

દલિત કોન્સ્ટેબલને બરતરફ કરવા બદલ પૂર્વ DGP સહિત ૧૦ સામે કેસ નોંધાયો

(એજન્સી) શિમલા, તા.૨૬
શિમલા પોલીસે રાજ્યના પૂર્વ ડીજીપી અને અન્ય નવ પોલીસ અધિકારીઓ સામે દલિત કોન્સ્ટેબલને કથિત રીતે હેરાન કરવા અને બનાવટી આરોપોના આધારે તેને સેવામાંથી બરતરફ કરવા બદલ કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલની બરતરફી સમયે આઠ વર્ષનો સેવા સમય બાકી હતો. બરતરફ કરાયેલા કોન્સ્ટેબલ ધરમસુખ નેગીની પત્ની મીના નેગીએ જણાવ્યું હતું કે, તેણે તેની પોલીસ ફરિયાદમાં નવેમ્બર ૨૦૨૩માં તેના પતિ સાથે થયેલા અત્યાચાર અને અમાનવીય વર્તન વિશે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, સચિવ (ગૃહ) અને શિમલા એસપીને જાણ કરી હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, તેના પતિને ૯ જુલાઈ,૨૦૨૦ના રોજ બનાવટી આરોપોના આધારે સતામણી કરવામાં આવી હતી અને તેમને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમની પાસે હજુ પણ આઠ વર્ષનો સેવા સમય બાકી હતો. સરકારી આવાસ ખાલી કરવામાં વિલંબ બદલ ૧.૪૩ લાખ રૂપિયાથી વધુની વસૂલાત માટેનો ઓર્ડર પસાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ફરિયાદના આધારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ ૩(૧)(બ) હેઠળ પૂૂર્વ ડીજીપી અને અન્ય નવ પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, ૈંય્ઁ (સધર્ન રેન્જ)ના નિર્દેશ પર સોમવારના દિવસે હ્લૈંઇ નોંધવામાં આવી હતી. આ દંપતી કિન્નૌર જિલ્લાના રહેવાસી છે.