(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક જિતેન્દ્રએ મંગળવારે જણાવ્યું હતું, પોલીસે હ્લૈંઇ નોંધી છે અને મેડકમાં દલિત પરિવારના કથિત સામાજિક બહિષ્કારની તપાસ કરી રહી છે. મોટો સમુદાય સામેલ હોવાથી, કેસ સંવેદનશીલ છે અને સાવચેતીપૂર્વક સંચાલનની જરૂર છે. મંગળવારના રોજ તેલંગાણા પોલીસ હેડક્વાર્ટરમાં બોલતા જીતેન્દ્રએ ખાતરી આપી હતી કે પોલીસ તમામ પ્રક્રિયાઓનું પાલન કરી રહી છે. તેમણે જૈનૂરમાં તાજેતરની અથડામણોને પણ સંબોધિત કરી હતી, જે આદિવાસી મહિલા પર બળાત્કારના પ્રયત્નના વિરોધ દરમિયાન ફાટી નીકળી હતી. જિતેન્દ્રએ કહ્યું, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. દેખાવકારોએ સ્થાનિક પોલીસને વચન આપ્યું હતું કે, તે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. જોકે, અચાનક તે હિંસક બની ગયું હતું. અત્યાર સુધીમાં ૩૮ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કોઈને જામીન આપવામાં આવ્યા નથી. સેરીલિંગમ્પલ્લી ધારાસભ્ય અરેકાપુડી ગાંધી અને મ્ઇજી નેતા કૌશિક રેડ્ડીની તાજેતરની ઘટના દરમિયાન પોલીસ કાર્યવાહી સામેના આક્ષેપો અંગે ડ્ઢય્ઁએ જણાવ્યું, પોલીસનો ઉદ્દેશ્ય ધારાસભ્યને રોકવાનો હતો, એસ્કોર્ટ કરવાનો નહીં. આ અંગે કેસ નોંધવામાં આવ્યા છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.