છાપી, તા.૨
ખેરાલુ તાલુકાના ના ગોરીસણા ગામે પતિ એ લગ્ન ના નવ વર્ષ બાદ પત્નીને કહ્યું તું મને ગમતી નથી અને તારા પિતા પાસે થી રૂ. પાંચ લાખ લઈ આવ તેમ કહી મારઝૂડ કરી તગેડી મુકતા પીડિત પત્નીએ પતિ જેઠ સહિત સસરા વિરૂદ્ધ છાપી પોલીસ મથકે બુધવારે ફરિયાદ નોધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના લીંબોઈ ગામની રીટાબેનના લગ્ન આશરે નવ વર્ષ પૂર્વે ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામના મનીષ ગોવિંદલાલ બારોટ સાથે થયા હતા જોકે લગ્ન જીવન દરમિયાન બે પુત્રો પણ અવતર્યા હતા દરમિયાન રીટાબેનના પતિએ તું કાળી છે અને મને ગમતી નથી તેવું કહી કાર લાવવા તારા પિતા પાસેથી રૂ પાંચ લાખ લઈ આવ જોકે રૂપિયા લાવવાની ના પાડતા પતિ દ્રારા અવાર નવાર મારઝૂડ કરી કાઢી મુકતા પીડિત મહિલા પિતા પાસે લીંબોઈ રહેતી હતી દરમીયાન ગત રવિવારે પીડિતના પતિ, સસરા તેમજ જેઠ લીંબોઈ આવી ધાકધમકી આપી તું મને છુટાછેડા આપી દે નહિ તો પાંચ લાખ લઈને આવજે તેમ કહી ગાલ ઉપર થપ્પડ મારી કહેલ કે પૈસા લીધા વગર આવીશ તો જાણથી મારી નાખશું જેથી પીડિત મહિલા એ પતિ મનીષભાઈ સસરા ગોવિંદલાલ બારોટ તેમજ જેઠ શૈલેષભાઈ ગોવિંદલાલ બારોટ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.